Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કૂલ 99 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 47 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

Ahmedabad Plane Crash Death: અમદાવાદ વિમાન દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડો. રજનીશ પટેલે આજે સવારે 9.30 કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.

Written by Ankit Patel
Updated : June 16, 2025 14:31 IST
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કૂલ 99 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 47 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અત્યાર સુધીમાં કુલ 124 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા - Express photo by bhupendra rana

Ahmedabad Plane Crash Death: અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડો. રજનીશ પટેલે આજે સવારે 9.30 કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 92 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે અને 47 મૃતદેહ પરિવારજનોને સોંપવામાંઆવ્યા છે.

મીડિયા બ્રીફિંગમાં તેમણે વધુમાં વધુમાં જણાવાયું હતું કે અન્ય 08 પરિજનોને આગામી બે કલાકમાં તેમના સ્વજનના નશ્વર દેહને સોંપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં હાલ 13ના પરિજનો હાજર છે, જેઓને તેમના સંબંધીઓના પાર્થિવ દેહ સન્માનભેર આપવામાં આવશે. વધુ 87 પરિજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે.

16-6-2025, બપોરે 1.30 વાગ્યા સુધીમાં 99 ડીએનએ સેમ્પલ મેચ થયા

DNA મેચની સંખ્યા – 99સંપર્ક કરાયેલા સંબંધીઓની સંખ્યા – 94જાહેર કરાયેલા નશ્વર અવશેષોની સંખ્યા – 64પ્રક્રિયા હેઠળ: 35લંબિત નશ્વર અવશેષો ટૂંક સમયમાં સોંપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 12 પરિવારો એવા છે, જેમના અન્ય સંબંધીઓના ડીએનએ મેચિંગનું પરિણામ મળ્યા બાદ તેઓ પાર્થિવ દેહને એકસાથે સ્વીકારવાના છે, જ્યારે 11 પરિવારો કુટુંબીજનો સાથે ચર્ચા કરીને મૃતદેહ સ્વીકારવા આવવાના છે.

16 જૂનના રોજ સવારે 9.30 કલાક સુધીમાં કુલ 47 મૃતદેહ સોંપાયા, એમાં ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, આણંદ, મહીસાગર, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડો. રજનીશ પટેલે આજે સવારે 9.30 કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી. ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે પાર્થિવદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે.

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના અંગે તમામે તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ