Ahmedabad Plane Crash Deaths: અમદાવાદ પ્લેન ક્રેશમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સવાર મુસાફરોને ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી ઉડાન છે. આ વિમાન ક્રેશ દૂર્ઘટનામાં સગાઇ કરી લંડન જઇ રહેલા એ એન્ગેજ્ડ કપલનું કરુણ મોત થયું છે. સગાઇ કરી લંડન જનાર એન્ગેજ્ડ કપલ માટે લંડનની ફ્લાઇટ છેલ્લી ઉડાન બની ગઇ છે.
સગાઇ કરવા લંડન થી વતન આવ્યા
અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશમાં સુરતના વિભૂતિ પટેલ અને બોટાદના હાર્દિક અવૈયાનું કરુણ મોત થયું છે. તેઓ બંને સગાઇ કરવા માટે લંડનથી વતન આવ્યા હતા. સગાઇ કર્યા બાદ અમદાવાદથી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં લંડન જઇ રહ્યા હતા. જો કે કમનસીબે સુખી લગ્ન જીવનના સપના જોનાર આ કપલ ચાર ફેરા ફરે તેની પહેલા જ મોત મળ્યું. અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતના સમાચાર બાદ વિભૂતિ પટેલ અન હાર્દિક અવૈયાના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પત્નીની અંતિમ ઇચ્છા પુરી કરવા આવેલા અમરેલીના પતિની અંતિમ યાત્રા
અમદાવાદ પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો આઘાતમાં છે. આ વિમાન દૂર્ઘટનાના ભોગ બનેલા લોકોની કરુણ કહાણી સાંભળી દરેક વ્યક્તિની આંખમાં આસું આવી જશે. લંડનમાં મૃત્યુ પામેલી પત્નીની અંતિમ ઇચ્છી પુરી કરવા અમરેલી આવેલા અર્જૂન પટોળિયાનું અમદાવાદ વિમાન ક્રેશમાં મોત થયું છે. માતા બાદ પિતાના મોતથી તેમની બે નાની દિકરીઓ પણ અનાથ થઇ છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો…
નિવૃત્તિ પહેલા જ પાઈલટની અંતિમ ઉડાન
અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં 242 પેસેન્જર લોકોના મોત થયા છે, જેમા 2 પાયલોટ અને 10 ક્રૂ મેમ્બર્સ સામેલ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 60 વર્ષીય કેપ્ટન સુમિત સભરવાલ સૌથી વરિષ્ઠ ક્રૂ સભ્ય હતા. તેમની નિવૃત્તિના થોડાક મહિના બાકી હતા ત્યારે અમદાવાદથી લંડન જતું વિમાન ક્રેશ થતા મોત થયું છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.