અમદાવાદ પ્લેન ક્રેશ : DNA Test થી કેવી રીતે થાય છે લાશની ઓળખ, જાણો આખી પ્રોસેસ

how dna samples help to identify : અમદાવાદમાં ગુરુવારે એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે લાશ પણ ઓળખાય તેવી નથી. આવી સ્થિતિમાં મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે

Written by Ashish Goyal
June 16, 2025 20:01 IST
અમદાવાદ પ્લેન ક્રેશ : DNA Test થી કેવી રીતે થાય છે લાશની ઓળખ, જાણો આખી પ્રોસેસ
વિમાનમાં સવાર લોકોના પરિવારના ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે (તસવીર - સોશિયલ મીડિયા)

Ahmedabad Plane Crash: અમદાવાદમાં ગુરુવારે એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં કુલ 270 લોકોના મોત થયા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અમદાવાદમાં નિધન થયું હતું.અકસ્માત એટલો ભયંકર હતો કે લાશ પણ ઓળખાય તેવી નથી. આવી સ્થિતિમાં મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ડીએનએ ટેસ્ટ પછી વિજય રુપાણીનો દેહ પરિવારને સોંપાયો છે.

વિમાનમાં સવાર લોકોના પરિવારના ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ પછી મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવી રહ્યા છે. તો ચાલો જાણીએ ડીએનએ દ્વારા કેવી રીતે મૃતદેહોની ઓળખ થાય છે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ડીએનએનું ફુલ ફોર્મ Deoxyribo nucleic acid છે. આ ટેસ્ટની મદદથી પૂર્વજો કે વંશ વિશેની સચોટ માહિતી મળી રહે છે. આપણા શરીરમાં ઘણા કરોડો સેલ્સ હોય છે. જેમાં બે પ્રકારના સેલ્સ હોય છે, લાલ રક્તકણો અને શ્વેત રક્તકણો.

DNA ટેસ્ટથી કેવી રીતે થાય છે ઓળખ

ડીએનએ પરીક્ષણ માટે લોહીના નમૂનામાંથી DNA કાઢવામાં આવે છે અને અંજાઇમ દ્વારા ડીએનએ નાના ટુકડાઓમાં તોડવામાં આવે છે. ડીએનએ ફક્ત શ્વેત રક્તકણોમાંથી જ શોધી શકાય છે. ત્યારબાદ આ ટુકડાઓને અલગ કરવામાં આવે છે. પછી રેડિઓએક્ટિવ ડીએનએ માર્કરથી તેમની બનાવટ કે પેટર્ન બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને રેડિઓએક્ટિવ એક્સ-રે ફિલ્મ પર તેની પેટર્ન બનાવવામાં આવે છે. આ પછી આ પેટર્નને પછી માતાપિતાની પેટર્ન સાથે મેચ કરવામાં આવે છે. જો મેચ થઇ જાય તો ઓળખ થઇ જાય છે.

આ પણ વાંચો – અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો વાયરલ વીડિયો એક કિશોરે શૂટ કર્યો હતો, દુર્ઘટનાથી તે ખૂબ જ આઘાત પામ્યો

આ ટેસ્ટ તમે કોઈ પણ સરકારી અને પ્રાઈવેટ લેબમાં કરાવી શકો છો. કોઈપણ ગુનાહિત કેસ અને સરકારના આદેશો પર જ સરકારી લેબમાં પરીક્ષણો કરવામાં આવે છે. આ ટેસ્ટમાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ લગભગ એક અઠવાડિયાની અંદર આવી જાય છે, જેમાં 10 દિવસનો સમય લાગે છે.

ડીએનએ ટેસ્ટ માટે મૃત શરીરમાંથી લોહી, હાડકા, વાળ, દાંત, ચામડી અથવા નખ જેવા સેમ્પલ લેવામાં આવે છે. જીવિત વ્યક્તિ પાસેથી ગાલના અંદરના પરતનું સેમ્પલ (બક્કલ સ્વેબ) સામાન્ય રીતે લેવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ