/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Sindhu-Bhavan-Road.jpg)
અમદાવાદ પોલીસે અમદાવાદનાં રસ્તા પર હંગામો કરનાર યુવકો સામે કાર્યવાહી હાથ ધરી છે (તસવીર - સોશિયલ મીડિયા)
Ahmedabad Police : રસ્તા પર વાહનોના સ્ટંટ કરવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયોને લઈને સવાલ ઉભા થાય છે, તો કેટલાક પર કાર્યવાહીની માંગ કરવામાં આવે છે. આવો જ એક અમદાવાદનો સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો. અમદાવાદ પોલીસે અમદાવાદનાં રસ્તા પર હંગામો કરનાર યુવકો સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્ટંટ કરનારને ઉઠક-બેઠક કરાવી હતી અને એક પ્લેકાર્ડ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ પોલીસે આ રીતે ભણાવ્યો પાઠ
જાણવા મળતી માહિતી પ્રમાણે અમદાવાદ પોલીસે સિંધુભવન રોડ પર બેફામ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. ફેબ્રુઆરી મહિનામાં સિંધુભવન રોડ ઉપર રાતના સમયે જાહેરમાં ચાર ગાડીઓ સાથે સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો પોલીસના ધ્યાનમાં આવતા તે બાબતે તપાસ કરતા અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારના હોવાનુ સામે આવ્યું હતું. જુહાપુરાના રહેવાસી જુનૈદ મિર્ઝાની પોલીસે સિંધુભવન રોડ પર બેફામ ડ્રાઇવિંગ કરવા બદલ ધરપકડ કરી છે.
“गाडी मेरे बाप की है-- पर रोड नहीं “
अच्छा प्रयोग है @AhmedabadPolice 👍🏻👍🏻
अहमदाबाद की पॉश सड़क पर सरे आम कान पकड़ कर उठक-बैठक करता ये जुहापुरा का रहने वाला जुनैद मिर्ज़ा .. इसे अपने जनंदिन पर अहमदाबाद के सिंधुभवन रोड पर रैश- ड्राइविंग के आरोप में कल रात पुलिस ने गिरफ्तार किया… pic.twitter.com/5GFvqxGKmb— Nirnay Kapoor (@nirnaykapoor) July 6, 2023
પ્લેકાર્ડ પકડેલા યુવકનો ફોટો વાયરલ
પોલીસ તે વ્યક્તિને પકડીને તે જ જગ્યાએ લઈ ગઈ જ્યાં તેણે તેના મિત્રો સાથે મળીને રસ્તા પર હંગામો મચાવ્યો હતો. આ સાથે હાથમાં પ્લેકાર્ડ પકડીને તસવીર લેવામાં આવી હતી. આ પ્લેકાર્ડ પર લખ્યું હતું કે 'ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહીં!'
આ પણ વાંચો - અમદાવાદ : જમાલપુરમાં AMC એ 3 ગેરકાયદેસર ઈમારતો તોડી પાડી
યુવકો રસ્તા પર હંગામો કરતા હતા
સિંધુભવન રોડ પર નબીરાઓ ઘણીવાર વાહનો સાથે સ્ટંટ કરે છે, હંગામો કરે છે અને ઉપદ્રવ મચાવે છે. જેના કારણે લોકોને પરેશાની થાય છે. દરમિયાન કેટલાક યુવાનો દ્વારા વાહનો પર હંગામો મચાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી હતી અને હવે કાર્યવાહી કરી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને એ જ જગ્યાએ લઈ ગઈ હતી જ્યાં આ તેમણે હંગામો મચાવ્યો હતો. ત્યાં તે વ્યક્તિને ઉઠક-બેઠક કરાવી હતી અને પછી હાથમાં એક પ્લેકાર્ડ પકડાવ્યું હતું. જેમાં લખ્યું હતું કે ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહીં!'આ તસવીર ઘણી વાયરલ થઇ રહી છે. લોકોનું કહેવું છે કે અમદાવાદ પોલીસે તોફાનીઓને પાઠ ભણાવવાની સારી રીત અપનાવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us