/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Ahmedabad-railway-station-redeveloped-plan.jpg)
અમદાવાદ રેલવે સ્ટેશનને બે હજાર પાનસો કરોડથી વધુના ખર્ચે રિડેવલપ કરવાની યોજના
રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA), ભારતીય રેલ્વેની વૈધાનિક સત્તા, અમદાવાદ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ અને સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે બિડિંગ પ્રક્રિયા શરૂ કરી છે. ઈ-બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 5મી સપ્ટેમ્બર છે, ત્યારબાદ ઈ-બિડ (ટેક્નિકલ) 8મી સપ્ટેમ્બરે ખોલવામાં આવશે.
એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) મોડમાં હાથ ધરવામાં આવનાર પ્રોજેક્ટની કિંમત આશરે રૂ. 2,563 કરોડ હોવાનો અંદાજ છે. રુચિ ધરાવતા પક્ષકારો પ્રી-બિડ કોન્ફરન્સમાં હાજરી આપી શકે છે, જે 18 જુલાઈના રોજ દિલ્હીમાં RLDA હેડક્વાર્ટર ખાતે સમાપ્ત થાય છે.
આરએલડીએના વાઇસ પ્રેસિડેન્ટ વેદ પ્રકાશ દુડેજાએ જણાવ્યું હતું કે, "નવું રેલ્વે સ્ટેશન… સમગ્ર પશ્ચિમ ભારતમાં માત્ર બિઝનેસને એકબીજા સાથે જોડશે નહીં, પરંતુ દરરોજ શહેરમાં અને ત્યાંથી આવતા હજારો મુસાફરોને સુવિધા પણ પૂરી પાડશે."
દુડેજાએ કહ્યું કે, ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરના રેલવે સ્ટેશનને ડિવલોપ કરવામાં આવશે. ગુજરાત એક મોટુ ઔદ્યોગિક કેન્દ્ર છે. અમદાવાદથી મધ્ય પૂર્વના દેશો અને યુરોપના દેસો સાથે મોટાપાયે વેપાર થાય છે. અમદાવાદને સ્માર્ટ સીટી તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે.
કેવી સુવિધા સાથે વિકસાવવામાં આવશે
દુડેજાએ આપેલી માહિતી અનુસાર, અમદાવાદ રેલવે સ્ટેશન પર શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રિય સ્તરની સુવિધા ઉભી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમદાવાદ રેલવે સ્ટેશનને હાઈસ્પીડ રેલવે, મેટ્રો રેલ, બસ રેપિડ ટ્રાન્જિક્ટ સિસ્ટમ, સિટી બસ સિસ્ટમને અનુકુળ બને તે રીતે ડેવલપ કરવામાં આવશે. આ સિવાય નવા રેલવે ડેવલપમેન્ટમાં કોમર્શિયલ એકમો પણ વિકસાવવામાં આવશે, જેને પગલે રોજગારીની તકો પણ વધશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us