અમદાવાદ રથયાત્રા રૂટ 2024: આજે ભૂલથી પણ આ રોડ પર ન જતાં નહીં તો પસ્તાશો, જુઓ નો – પાર્કિંગ ઝોન અને વૈકલ્પિક રૂટ

Ahmedabad Rath Yatra Route 2024: અમદાવાદમાં રથયાત્રાના 16 કિમી રૂટ ઉપર ઘણા સ્થળોન પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આથી તમે રથયાત્રાના દિવસે આ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકે છે.

Written by Ajay Saroya
Updated : July 07, 2024 08:15 IST
અમદાવાદ રથયાત્રા રૂટ 2024: આજે ભૂલથી પણ આ રોડ પર ન જતાં નહીં તો પસ્તાશો, જુઓ નો – પાર્કિંગ ઝોન અને વૈકલ્પિક રૂટ
Ahmedabad Rath Yatra Route 2024: અમદાવાદ રથયાત્રા 2024 માટે નો પાર્કિંગ ઝોન અને વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યા છે. (Photo: jagannathjiahd.org)

Ahmedabad Rath Yatra Route 2024: અમદાવાદમાં રથયાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 7 જુલાઇ, 2024 રવિવારના રોજ અમદાવાદમાં 147મી રથયાત્રા યોજાશે. અમદાવાદમાં રથયાત્રાનો રૂટ 16 કિમી લાંબો છે. રથયાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે તેમજ ખાનગી વાહનની અવરજવર પર પ્રતિબંધ મૂકાય છે. રથયાત્રાના દિવસે લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તેની માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવે છે. જો તમે રવિવારના દિવસે અમદાવાદના પૂર્વમાંથી પશ્ચિમ કે પશ્ચિમમાંથી પૂર્વ અમદાવાદમાં આવવાના છો તમારે આ વૈકલ્પિક રૂટ અપનાવવો પડશે.

Rath Yatra | Ahmedabad Rath Yatra 2024 | Rath Yatra 2024 Ahmedabad | jagannath mandir Ahmedabad
Ahmedabad Jagannath Mandir: અમદાવાદનું જગન્નાથ મંદિર 460 વર્ષનો ઈતિહાસ ધરાવતું પ્રસિદ્ધ મંદિર છે. (Image: jagannathjiahd.org)

અમદાવાદ રથયાત્રા રૂટ પર નો પાર્કિંગ ઝોન

અમદાવાદની 147મી રથયાત્રાના રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર ખાનગી વાહન અવરજવર બંધ રહેશે અને ઘણા સ્થળોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 જોગવાઇ હેઠળ 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યા થી 7 જુલાઇ 2024ના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી નો પાર્કિંગ ઝોન રહેશે.

જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા (બીઆરટીએસ રૂટ સહિત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જુના ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચ કુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔતમ પોળ, આરસી હાઇસ્કુલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, કુવારા, ચાંદલા પોળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શા માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

અમદાવાદ રથયાત્રા 2024: પ્રતિબંધિત રૂટ

અમદાવાદ રથયાત્રા 2024 માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પ્રતિબંધિત રૂટની જાણકારી આપવામાં આવે છે.આ રોડ પર રથયાત્રાના આરંભથી અંત સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ રહેશે. રથયાત્રાના પ્રતિબંધિત રૂટ આ મુજબ છે

પ્રતિબંધિત રૂટરોડ બંધ રહેવાનો સમયવૈકલ્પિક રૂટ
ખમાસા ચાર રસ્તા – જમાલપુર ચાર રસ્તા – જમાલપુર ફુલ બજારસવારે 6 વાગે થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી(1) રાયખડ ચાર રસ્તા – વિક્ટોરિયા ગાર્ડન – રિવરફ્રન્ટ ફુલબજાર – જમાલપુર – ગીતામંદિર (2) રાયખંડ ચાર રસ્તા – જમાલપુર ગાયકવાડ હવેલી (3) આસ્ટોડિયા ચાર રસ્તા – ગીતા મંદિર – જમાલપુર બ્રીજ – સરદાર બ્રીજ – પાલડી
રાયખડ ચાર રસ્તા – આસ્ટોડિયા દરવાજાસવારે 5 વાગે થી બપોરના 11 વાગે સુધી અને સાંજે 5 વાગે થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી(1) રાયખડ ચાર રસ્તા – વિક્ટોરિયા ગાર્ડન – રિવરફ્રન્ટ ફુલબજાર – જમાલપુર – ગીતામંદિર (2) રાયખંડ ચાર રસ્તા – જમાલપુર ગાયકવાડ હવેલી (3) આસ્ટોડિયા ચાર રસ્તા – ગીતા મંદિર – જમાલપુર બ્રીજ – સરદાર બ્રીજ – પાલડી
આસ્ટોડિયા ચકલા – કાલુપુર સર્કલસવારે 9 વાગે થી બપોરના 4.30 વાગે સુધી(1) કામદાર ચાર રસ્તા – હરીભાઈ ગોદાણી સર્કલ – પોટલિયા ચાર રસ્તા – ચામુંડા બ્રિજ – ચમનપુરા સર્કલ, અસારવા બ્રિજ – ઇકગાહ સર્કલ (2) કાલુપુર રેલવે સ્ટેશન – અનિલ સ્ટાર્ચ મીલ રોડ – હરિભાઇ ગોદાણી સર્કલ
(1) સારંગપુર સર્ક – કાલપુર સર્કલ – કાલુપુર બ્રિજ – સરસપુર – શારદાબેન હોસ્પિટલ ચાર રસ્તા (2) કાલુપુર સર્કિલ – કાલુપુર બ્રીજ – અમદુપુરાસવારે 9 વાગે થી બપોરના 4.30 વાગે સુધી(1) કામદાર ચાર રસ્તા – હરીભાઈ ગોદાણી સર્કલ – પોટલિયા ચાર રસ્તા – ચામુંડા બ્રિજ – ચમનપુરા સર્કલ, અસારવા બ્રિજ – ઇકગાહ સર્કલ (2) કાલુપુર રેલવે સ્ટેશન – અનિલ સ્ટાર્ચ મીલ રોડ – હરિભાઇ ગોદાણી સર્કલ
કાલુપુર સર્કલ – પ્રેમ દરવાજા – દરિયાપુર દરવાજા – દિલ્હી ચકલાસવારે 9 વાગે થી બપોરના 4.30 વાગે સુધીઈન્કમ ટેક્સ – ગાંધી બ્રીજ – શાહપુર સર્કલ – દિલ્હી દરવાજા – ઈદગાહ સર્કલ
દિલ્હી ચકલા – શાહપુર દરવાજા – શાહપુર ચકલા – રંગીલા ચોકી – આરસી હાઈસ્કુલ – ઘી કાંટા ચાર રસ્તા – પાનકોર નાકા – માણેકચોક – ગોળ લીમડાસાંજે 5.30 વાગે થી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધીદિલ્હી દરવાજા – શાહપુર ચાર રસ્તા – ભવન્સ કોલેજ રોડ – લેમન ટ્રી – રૂપાલી સિનેમા – વીજળીઘર – લાલ દરવાજા

આ પણ વાંચો | અમદાવાદમાં રથયાત્રા માટે 23 હજારથી વધુ સરક્ષા કર્મી તૈનાત, 20 ડ્રોન અને 1400 CCTV કેમેરા રાખશે બાજનજર

અમદાવાદ રથયાત્રા 2024: કડક સુરક્ષા વ્યવસ્થા

અમદાવાદની રથયાત્રા નો રૂટ 16 કિમી છે. જમાલપુર સ્થિત જગદીશ મંદિર થી સરસપુર અને કાલપુર થી શાહપુર થઇ નિજ મંદિર સુધીના તમામ રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના 16 કિમીના રૂટ પર 1400 સીસીટીવી કેમેરા અને 20 ડ્રોન વડે બાજ નજર રાખવામાં આવશે. અમદાવાદમાં 147મી રથયાત્રા માટે દર વર્ષની જેમ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે કૂલ 12600 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. ઉપરાંત એસઆરપી સહિત અન્ય અન્ય સૈન્ય દળોના 11000 અન્ય સહાયક દળના જવાનો ખડે પગ રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ