Ahmedabad Robbery : અમદાવાદ માં ફરી એકવાર મોટી લૂંટની ઘટના સામે આવી છે. એલિસબ્રિજ જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી બે અજાણ્યા બાઈક સવારોએ 65 લકની લૂટ ચલાવી હતી અને રફુચક્કર થઈ ગયા છે. અમદાવાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના એલિસબ્રિજ નજીક જીમખાના પાસે આંગડિયા પેઢીનો કર્મચારી રીક્ષામાં બેસી જઈ રહ્યો હતો, તે સમયે બે એક્ટિવા સવારોએ મરચાની ભૂકી નાખી 65 લાખ ભરેલી થેલી છીનવી લીધી અને રફુચક્કર થઈ ગયા, લૂંટારૂઓએ એર ગનથી ફાયરીંગ પણ કર્યું હોવાનું જણવવામાં આવી રહ્યું છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, આંગડિયા પેઢીનો કર્મચારી જમાલપુર એપીએમસીમાંથી રીક્ષામાં બેસી સીજી રોડ પોતાની ઓફિસે જઈ રહ્યો હતો. તે સમયે અલિસબ્રિજ જીમખાના પાસે બ્લેક કલરના એક્ટિવા પર આવેલા બે શક્સોએ અચાનક મરચાની ભૂકી નાખી હતી.
રીક્ષામાં બેઠાલા બે લોકો આંખ ચોળતા રહ્યા, તે સમયે એર ગનથી લૂંટારૂઓએ ફાયરીંગ કર્યું અને રીક્ષામાં કર્મચારી પાસે રહેલી બેગ છીનવી એક્ટિવા પર બેસી ભાગી ગયા. પોલીસ સૂત્રો અનુસાર, એક્ટિવા પર બે લોકો સવાર હતા, અને બ્લેક કલરનું એક્ટિવા હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો – અમદાવાદની શાન એલિસબ્રિજ : કોણે બનાવ્યો હતો? કેવી રીતે એલિસબ્રિજ નામ મળ્યું? શું છે તેનો ઈતિહાસ?
પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, પોલીસે કર્મચારીઓ ઈજાગ્રસ્ત હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે લૂંટારૂઓને ઝડપી પાડવા નજીકના સીસીટીવી ફૂટ સહિત તપાસવાનું શરૂ કરી ચક્રોગતિમાન કરી દીધા છે.





