India’s Safest Cities: ગુજરાતનું આ શહેર ભારતમાં સૌથી સુરક્ષિત, જુઓ દેશના ટોપ 10 શહેરોની યાદી

Top 10 Safest City In India: અબુ ધાબી દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર બન્યું છે. જો ભારતના સૌથી સુરક્ષિત શહેરની વાત કરીયે તો ગુજરાતના માન્ચેસ્ટર સિટી એ પ્રથમ ક્રમ મેળવ્યો છે. અહીં દુનિયાના અને ભારતના ટોપ 10 સુરક્ષિત શહેરોની યાદી આપી છે.

Written by Ajay Saroya
July 31, 2025 08:23 IST
India’s Safest Cities: ગુજરાતનું આ શહેર ભારતમાં સૌથી સુરક્ષિત, જુઓ દેશના ટોપ 10 શહેરોની યાદી
Top 10 Safest Cities In India : ભારતના સૌથી સુરક્ષિત ટોપ 10 શહેર. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik(

Ahmedabad Ranked India’s Top 10 Safest Cities : આજના સમયમાં અપરાધ ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં લોકો સૌથી સુરક્ષિત સ્થળે રહેવાનું વધારે પસંદ કરે છે. સમગ્ર દુનિયામાં અબુધાબી સૌથી સુરક્ષિત શહેર તરીકે ઉભરી આવ્યું છે. જો ભારતની વાત કરીયે તો દિલ્હી મુંબઇ, બેંગ્લોર જેવા મેટ્રે સિટીને પછાડી ગુજરાતના એક શહેરે દેશના સૌથી સુરક્ષિત શહેરોમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. આ બાબત ગુજરાત માટે ગર્વ લેવા જેવી છે.

ભારતનું સૌથી સુરક્ષિત શહેર – અમદાવાદ

ભારતના સૌથી સુરક્ષિત શહેરમાં અમદાવાદ પ્રથમ ક્રમે આવ્યું છે. જે ગુજરાત માટે ગૌરવપૂર્ણ વાત છે. ન્યૂમ્બિયો એ 2025ના અપરાધ અને સુરક્ષા સૂચકાંક રિપોર્ટમાં અમદાવાદ શહેરને ભારતના સૌથી સુરક્ષિત શહેરનો દરજ્જો આપ્યો છે. અમદાવાદ 68.3 સ્કોર સાથે હાઇ સિક્યોરિટી સ્કોર સાથે સમગ્ર ભારતમાં સૌથી મોખરે છે. અમદાવાદે દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા મુખ્ય મેટ્રો સિટીને પાછળ રાખી આ સ્થાન મેળવું છે.

એશિયાના સુરક્ષિત શહેરમાં અમદાવાદ 29માં ક્રમે

જો સમગ્ર એશિયાના સૌથી સુરક્ષિત શહેરોની વાત કરીયે તો તેમા ગુજરાતનું અમદાવાદ શહેર 29માં ક્રમે આવે છે. આ યાદીમાં ભારતના અન્ય શહેરો જયપુર 34માં ક્રમે, હૈદરાબાદ 45માં ક્રમે, મુંબઇ 46માં ક્રમે, કલકત્તા 48માં ક્રમે, બેંગ્લોર 55માં ક્રમે અને નોઇડા 56માં ક્રમે આવે છે.

Top 10 Safest Cities In India : ભારતના ટોપ 12 સૌથી સુરક્ષિત શહેર

ક્રમશહેરનું નામસેફ્ટી ઇન્ડેક્સ
1અમદાવાદ68.6
2જયપુર65.2
3કોઇમ્બતૂર62.2
4ચેન્નઇ60.0
5પુણે60.3
6હૈદરાબાદ58.7
7મુંબઇ57.3
8કલકત્તા55.9
9ગુરુગ્રામ46.0
10બેંગ્લોર45.7
11નોઇડા44.9
12દિલ્હી41.0

અમદાવાદમાં 25000 થી વધુ CCTV

અમદાવાદ ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું છે. આ ઉપલબ્ધી પર અમદાવાદ સિટી પોલીસે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું છે – અમદાવાદ ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું છે. ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ રિપોર્ટ – 2025માં 25 હજારથી વધુ સીસીટીવી કેમેરા સાથે નાગરિક કેન્દ્રિત પોલીસિંગના પ્રતાપે ભારતના તમામ શહેરોમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. તેમા ગુજરાત જાહેર સુરક્ષા અધિનિયમ હેઠલ નાગરિકોએ પોતે તેમાંથી 22000 કેમેરા લગાવ્યા છે. બાકીના કેમેરા ગૃહ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નિર્ભયા પહેલ માધ્યમ હેઠળ લગાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસના તમામ અધિકારી અને કર્મચારીઓ અને અમદાવાદ શહેરના નાગરિકોના સહયોગ તેમજ મુખ્યમંત્રી, ગૃહરાજ્ય મંત્રી અને ડીજીપી ગુજરાતના નેતૃત્ત્વ અને માર્ગદર્શનમાં અમદાવાદ પોલીસ કમિશ્નરની ટીમે આ સફળતા હાંસલ કરી છે.

Abu Dhabi Safest Cities In The World : અબુ ધાબી દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર

યુનાઇટેડ આરબ અમિરાતનું અબુધાબી 88.8 સ્કોર સાથે દુનિયાનું સૌથી સુરક્ષિત બન્યું છે. ત્યારબાદ બીજા ક્રમે 84.3 સ્કોર સાથે દોહા અને 83.8 સ્કોર સાથે દુબઇ ત્રીજા ક્રમે આવ્યું છે. આ રિપોર્ટ મુજબ દુનિયાના સૌથી સુરક્ષિત શહેરોની યાદીમાં અબુ ધાબી સતત 9 વર્ષમાં ટોચ પર છે.

Top 10 Safest City In The World : દુનિયાના ટોપ 10 સૌથી સુરક્ષિત શહેર

ક્રમશહેરનું નામદેશસેફ્ટી ઇન્ડેક્સ
1અબુ ધાબીUAE88.8
2દોહાકતાર83.4
3દુબઇUAE83.9
4શારજાહUAE 83.7
5તાઈપેઇતાઈવાન83.6
6મનામાબહેરીન81.3
7મસ્કતઓમાન81.1
8હેગનેધરલેન્ડ80.0
9ટ્રોન્ડહાઇમનોર્વે79.3
10આઇન્ડહોવનનેધરલેન્ડ79.1

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ