/indian-express-gujarati/media/media_files/2026/01/23/sant-kabi-school-2026-01-23-10-07-54.jpg)
સંત કબીર સ્કૂલ Photograph: (social media)
Ahmedabad schools bomb threat: અમદાવાદમાં પશ્વિમ વિસ્તારમાં ફરીથી વાલીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. જ્યારે પશ્વિમ વિસ્તારની સાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદ શહેરની ડીપીએસ, સંત કબીર સહિતની સાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું હતું. અને સ્કૂલનું વહિવટી તંત્રમાં ચિંતા પ્રસરી હતી.
કઈ કઈ સ્કૂલને મળ્યો ધમકી ભર્યો મેઈલ
મળતી માહિતી પ્રમાણે આજે 23 જાન્યુઆરી 2026, વસંત પંચમીના રોજ DPS બોપલ, સેંટ ઝેવિયર્સ, સંત કબીર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઇમેલ મળ્યો હતો. આ ઉપરાંત ઘાટલોડિયાની કેલોરેક્સ અને સ્વયંમ સ્કૂલ તેમજ વસ્ત્રાપુરના કેન્દ્રિય વિદ્યાલયને પણ બોમ્બની ધમકી મળી હતી.
બોમ્બની ધમકીના સમાચાર મળતા વાલીઓ બાળકોને લેવા પહોંચ્યા
અમદાવાદમાં સાતથી વધુ સ્કૂલનો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્ર સાથે સ્કૂલ સંચાલોકમાં પણ હડકંપ મચી ગયો હતો. સ્કૂલોને બોમ્બની ધમકીના સમાચાર મળતા જ વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. અને જે તે સ્કૂલોમાં ભણતા પોતાના બાળકોને લેવા માટે સ્કૂલોની બહાર વાલીઓના ટોળા ઉટ્યા હતા.
સ્કૂલોમાં બોમ્બ-ડોગ સ્કવોડ દ્વારા તપાસ
બોમ્બના સમાચાર મળતાં જ બોમ્બ - ડોગ સ્ક્વોડ સ્કૂલો પર પહોંચીને તપાસ શરુ કરી હતી. મીઠાખળીમાં આવેલી મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોમ્બ સ્કવોડ-ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.મોટાભાગની સ્કૂલોમાં રજા અપાઈ હતી વિદ્યાર્થીઓને ઘરે મોકલી આપવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us