Iskcon Accident Updates : ઇસ્કોન બ્રિજ અકસ્માતનું મોડી રાત્રે કરાયું રી ક્રિએશન, જેગુઆરને ફરીથી 'ચિત્તા સ્પીડે' દોડાવી

Big Accident in Ahmedabad, SG highway iskcon bridge accident updates : શુક્રવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ ઉપર ઘટનાનું રિક્રિએશન કરવામાં આવ્યું હતું. અને ગુરુવાર રાતની જેમ શુક્રવારે રાતે પણ જેગુઆર કારને એજ ગતિએ દોડાવવામાં આવી હતી.

Big Accident in Ahmedabad, SG highway iskcon bridge accident updates : શુક્રવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ ઉપર ઘટનાનું રિક્રિએશન કરવામાં આવ્યું હતું. અને ગુરુવાર રાતની જેમ શુક્રવારે રાતે પણ જેગુઆર કારને એજ ગતિએ દોડાવવામાં આવી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad accident | SG highway accident | iskcon bridge accident | accident News

ઇસ્કોન અકસ્માતનું રિકન્સ્ટ્રક્સન કરાયું

Ahmedabad Iskcon Accident latest updates : અમદાવાદમાં બુધવારની મધ્ય રાત્રીએ એસજી હાઇવે ઉપર એક દર્દનાક ઘટના બની હતી. તથ્ય પટેલે ભારે ગતિએ જેગુઆર કારને અકસ્માત જોવા ઊભેલા ટોળા ઉપર ફેરવી દીધી હતી. આ દર્દનાક ઘટનામાં પહેલા નવ અને પછી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. શુક્રવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ ઉપર ઘટનાનું રિક્રિએશન કરવામાં આવ્યું હતું. અને ગુરુવાર રાતની જેમ શુક્રવારે રાતે પણ જેગુઆર કારને એજ ગતિએ દોડાવવામાં આવી હતી.

Advertisment

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના એસજી હાઇવે ઉપર ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માતનું રિક્રિએશન કરવામાં આવ્યું હતું. ઇસ્કોન બ્રિજને બંને તરફથી વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતો. અને અકસ્માતની એ કાળી રાત્રે કાળ બનીને આવેલી જેગુઆર ફરીથી એ જ ગતિથી દોડાવાઈ હતી. પહેલાં થાર ગાડીનો અકસ્માત અને ત્યારબાદ જેગુઆર કારની ટક્કર માટે બે અન્ય કારની મદદથી વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ટ્રાફિક પોલીસના અધિકારીઓએ હાજર રહીને ઘટનાનું વીડિયોગ્રાફી પણ કરી હતી. કોર્ટમાં કેસને મજબૂત રીતે પુરવાર કરવા માટે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથધરીહતી. તથ્ય પટેલની દલીલ હતી કે ટોળું દેખાયું નથી. એ દિશામાં પણ પોલીસ દ્વારા પુરાવાઓ ભેગા કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ ઉપરાંત થાર ગાડીનો અકસ્માત અને તથ્યની કાર દ્વારા થયેલા અકસ્માત વચ્ચેના સમયનો પણ અભ્યાસ કરાયો હતો. તથ્યની જેગુઆર કારની ગતિ અને તેના લગતા તમામ પાસાઓનો પણ અભ્યાસ કરાયો હતો.

દસ મિનિટ રિકન્સ્ટ્રક્શન ચાલ્યું

ટ્રાફિક-પોલીસે ગઈકાલે મોડી રાતે રિકન્સ્ટ્રક્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. 10 મિનિટના રિકન્સ્ટ્રક્શન કરીને ગુરુવારની રાત્રે બનેલા ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોતની ઘટના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

Advertisment

કેવી રીતે બની હતી ઘટના?

ગુરુવારની રાત્રે આશરે 1 વાગ્યે એસજી હાઇવે ઉપર આવેલા ઇસ્કોન બ્રીજ ઉપર એક થાર જીપ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. આ કસ્માતને જોવા અને મદદ કરવા માટે લોકોનું ટોળું ભેગું થયું હતું. આ સમયે કર્ણાવતી ક્લબ તરફથી રાજપથ ક્લબ તરફ ઓવર સ્પીડે જતી જેગુઆર કારે આ ટોળાને અડફેટે લીધું હતું. જેના પગલે અમદાવાદના ઇતિહાસનો સૌથી ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પહેલા નવ લોકો અને પછી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ જેગુઆર કારની અડફેટે આવી જતા 10 લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ સમગ્ર શહેર અને ગુજરાત આખું હચમચી ગયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ અકસ્માત અમદાવાદ ગુજરાત