Rajasthan Hospital fire: અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ, ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી, 100થી વધુ દર્દી અન્ય હોસ્પિટલમાં ખસેડાયા

Ahmedabad Rajasthan Hospital Fire: અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં રવિવારે વહેલી સવાર આગ લાગવાની ગંભીર ઘટના બની છે. ફાયર વિભાગની 22 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે

Ahmedabad Rajasthan Hospital Fire: અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં રવિવારે વહેલી સવાર આગ લાગવાની ગંભીર ઘટના બની છે. ફાયર વિભાગની 22 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Shahibaug, rajasthan hospital fire

રાજસ્થાન હોસ્પિટલમાં આગના દ્રશ્યો

અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવાની ગંભીર ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં રવિવાર 30 જુલાઇના રોજ વહેલી સવારે આગ લાગી હતી. જો કે સદનસીબે હજી સુધી કોઇ જાન હાની ન થઇ હોવાના અહેવાલ છે. રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાના સમાચાર મળતા ફાયર વિભાગની 31 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

Advertisment

રાજસ્થાન હોસ્પિટલમાં આગ, 100થી વધુ દર્દીઓને અન્યત્ર ખસેડાયા

રાજસ્થાન હોસ્પિટલમાં રવિવારે બેઝમેન્ટમાં આગ લાગી હતી. આગ લાવાથી હોસ્પિટલના બેઝમેન્ટ અને વોર્ડમાં ધૂમાડો ફેલાતા અફરાતફરી મચી ગઇ છે. આગ લાવાની ગંભીર ઘટના બાદ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 100 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે.

Shahibaug, rajasthan hospital fire
રાજસ્થાન હોસ્પિટલમાં આગના દ્રશ્યો

રાજસ્થાન હોસ્પિટલની આગ ઓલવાવા ફાયર વિભાગની 22 ગાડીઓ પહોંચી

રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર બાદ અમદાવાદ ફાયર વિભાગની 22 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગવાથી ભયંકર ધુમાડો ફેલાયો છે અને તેના પગલે ફાયર બ્રિગેડને હોસ્પિટલની અંદર જવામાં અને આગ ઓલવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

Advertisment
ગુજરાતી ન્યૂઝ અકસ્માત અમદાવાદ ગુજરાત