અમદાવાદ પથ્થરમારાનો કેસ : કોર્ટે 5 કોંગ્રેસી કાર્યકરોને જામીન આપવાનો કર્યો ઇનકાર, ‘વીડિયોમાં સ્પષ્ટ છે, હુમલો કર્યો છે’

Ahmedabad Stone Pelting and Rioting Case : રાહુલ ગાંધીના સંસદમાં આપેલા કથિત ભાષણ બાદ અમદાવાદ શહેરમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. અમદાવાદ કોર્ટે કોંગ્રેસ કાર્યકરોના જામીન ના મંજૂર કર્યા.

Written by Kiran Mehta
July 11, 2024 17:08 IST
અમદાવાદ પથ્થરમારાનો કેસ : કોર્ટે 5 કોંગ્રેસી કાર્યકરોને જામીન આપવાનો કર્યો ઇનકાર, ‘વીડિયોમાં સ્પષ્ટ છે, હુમલો કર્યો છે’
અમદાવાદ કોંગ્રેસ ભાજપ કાર્યકરો વચ્ચે પથ્થરમારો

Ahmedabad Stone Pelting and Rioting Case : અમદાવાદની એક કોર્ટે પથ્થરમારો અને રમખાણના આરોપી પાંચ કોંગ્રેસી કાર્યકરોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. અમદાવાદની કોર્ટે ગુરુવારે 2 જુલાઈએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચેની અથડામણ બાદ પથ્થરમારો અને રમખાણોના આરોપી પાંચ કોંગ્રેસ કાર્યકરોની જામીન અરજી ફગાવી દીધી હતી. આ અથડામણ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા સંસદમાં ભાષણમાં કથિત રીતે કરવામાં આવેલી “હિંદુ વિરોધી ટિપ્પણી” પર થઈ હતી.

કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી છે. આમાંની એક ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલે કરી છે અને બીજી અમદાવાદ શહેરમાં ભાજપના ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના વડાએ કરી છે.

પાલડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કર્મરાજ ભગવતસિંહે નોંધાવેલી ફરિયાદના આધારે હર્ષ ઈશ્વરભાઈ પરમાર (23), વિમલભાઈ પાનસરા (50), મનીષ ઠાકોર (47), સંજય બારોટ (57) અને મુકેશભાઈ દાતણીયા (68) ની ધરપકડ કરવામાં આવી છે. કોન્સ્ટેબલ અથડામણમાં ઘાયલ થયા હતા.

ભગવતસિંહે ભારતીય ન્યાય સંહિતા હેઠળ કોંગ્રેસના નેતાઓ શહઝાદખાન પઠાણ (જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા પણ છે) અને પ્રગતિબેન નંદાનિયા તેમજ “લગભગ 200-250 કોંગ્રેસના કાર્યકરો” અને “એક ટોળા સામે એફઆઈઆર દાખલ કરી છે. તો 150 થી 200 ભાજપના કાર્યકરો” તેમના પર પણ ભારતીય દંડ સંહિતા (BNS) હેઠળ રમખાણો અને પથ્થરમારો તેમજ અન્ય ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સેશન્સ જજ જયેશકુમાર ઇશ્વરલાલ પટેલની કોર્ટે ગુરુવારે પાંચેય આરોપીઓને જામીન આપવાનો ઇનકાર કરતાં, ઘટનાના ફોટોગ્રાફ્સ અને સીસીટીવી ફૂટેજ જોયા બાદ નોંધ્યું હતું કે, તે “સરકારી કર્મચારી પર હુમલાનો સ્પષ્ટ કેસ” છે અને “પોલીસ તંત્ર પર હુમલો” છે. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, ઘાયલ વ્યક્તિને માથામાં આઠ ટાંકા આવ્યા હતા.

આ પણ વાંચો – Ahmedabad Robbery | અમદાવાદ લૂંટ : આંગડિયા પેઢી કર્મીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ ની લૂંટ

સેશન્સ જજ પટેલે આદેશમાં એ પણ નોંધ્યું હતું કે, “કેટલાક આરોપીઓ પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે છે, પરંતુ તેમને કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવાની મંજૂરી આપી શકાતી નથી અને કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ