અમદાવાદમાં ફરી એકવાર રખડતા ઢોરના હુમલાથી એક મહિલાનો જીવ જોખમમાં મુકાયાના સમાચારથી પોલીસ તથા તંત્ર દોડતું થયું છે. પોલીસે જણાવ્યું કે, મંગળવારે સવારે અમદાવાદના નરોડા વિસ્તારમાં ગાયના હુમલામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય ભાટિયાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે હાલમાં CCTV ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ, જેથી તે વ્યક્તિને ઓળખી શકાય (જેણે ગાયોને રસ્તા પર છોડી દીધી હશે)”.
તેમણે કહ્યું કે, “અમે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ને ઢોરની સમસ્યા પર પગલાં લેવા માટે ઘણા પત્રો લખ્યા છે.”
વ્યવસાયે દરજી સુરેશ પંચાલ (64) ની ફરિયાદ બાદ નોંધાયેલ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) અનુસાર, સવારે 10:30 વાગ્યે બનેલી આ ઘટનામાં તેમની પત્ની વર્ષા પંચાલ ગાયના હુમલામાં (56) ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તે ચામુંડા માતાના મંદિર તરફ જઈ રહી હતી અને એક ગાય તેની તરફ આવી અને તેમને જમીન પર પટક્યા. તેમની છાતી, પગ, હાથ, મોં અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી.
આ પણ વાંચો – અમદાવાદ: રાત્રે મુસાફરી કરતા દંપતી પાસેથી ટ્રાફિક પોલીસે 60,000 રૂપિયા પડાવ્યા? ગુજરાત હાઈકોર્ટે suo motu નોંધ લીધી
પાડોશીઓમાંથી એક મદદ માટે આવ્યો, અને તેને નરોડા ચાર રસ્તા નજીકની શેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર મહિલાની હાલત હવે સ્થિર છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 338 (જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતા કૃત્ય દ્વારા ગંભીર ઇજા પહોંચાડવા) હેઠળ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.





