અમદાવાદ : વડોદરાની CEPT યુનિવર્સિટીના વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી

CEPT University student suicide : અમદાવાદ (Ahmedabad) માં પેઈંગ ગેસ્ટ રહેતો અને વડોદરા (Vadodara) CEPT યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી (Student) એ છઠ્ઠા માળેથી કુદી આત્મહત્યા (Suicide) કરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે (Gujarat University Police) તપાસ શરૂ કરી.

Written by Kiran Mehta
Updated : April 27, 2023 12:42 IST
અમદાવાદ : વડોદરાની CEPT યુનિવર્સિટીના વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી
વડોદરા CEPT યુનિવર્સિટીના વિદ્યાર્થીએ અમદાવાદમાં કર્યો આપઘાત

Vadodara Student Suicide : વડોદરાના એક 23 વર્ષીય વ્યક્તિ, જે CEPT યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હતો, તેણે અમદાવાદમાં પેઇંગ ગેસ્ટ તરીકે જ્યાં રહેતો હતો તે બિલ્ડિંગના છઠ્ઠા માળની ટેરેસ પરથી કથિત રતે કૂદી આપઘાત કર્યો છે.

મૃતક શિવ મિસ્ત્રી યુનિવર્સિટીમાં બેચલર્સ ઓફ આર્કિટેક્ચર પ્રોગ્રામના 10મા સેમેસ્ટરનો વિદ્યાર્થી હતો.

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.જે.જાડેજાએ જણાવ્યું હતું કે, ‘શિવ મિસ્ત્રીએ બુધવારે સવારે 6.30 વાગ્યે આત્મહત્યા કરી હતી. તે કોલેજ કેમ્પસની બહાર એક બિલ્ડિંગના બીજા માળે રૂમમેટ સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. તેણે છઠ્ઠા માળની ટેરેસ પરથી કૂદીને જીવ ગુમાવ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે, પોલીસે મિસ્ત્રી પાસેથી ચાર કથિત સ્યુસાઈડ નોટ્સ કબજે કરી છે, જેમાં દરેકને તે તેના માતા-પિતા, તેના ભાઈ, મિત્ર અને ગર્લફ્રેન્ડને સંબોધિત કરે છે – આ બધી “એક જ લાઇનમાં”.

જાડેજાએ જણાવ્યું હતું કે, “તેણે તેના માતા-પિતા માટે એક સુસાઈડ નોટ છોડી હતી, જેમાં જણાવ્યું હતું કે, તે આનાથી વધારે કરી શકશે નહીં, જોકે તેની પાસેથી ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી હતી.”

તેણે માતાપિતાને કથિત સુસાઈડ નોટમાં, “નિષ્ફળતાની સતત લાગણી” વિશે વાત કરી છે.

પોસ્ટમોર્ટમ બાદ પોલીસે તેનો મૃતદેહ તેના માતા-પિતાને સોંપ્યો હતો.

આ પણ વાંચોશિકારી ખુદ શિકાર? ‘વ્હિસલ બ્લોઅર’ તરીકે જાણીતા યુવરાજસિંહ જાડેજા પર શું આરોપ, કેમ થઈ ધરપકડ?

યુનિવર્સિટીના પ્રોવોસ્ટ, ત્રિદીપ સુહૃદ દ્વારા જારી કરાયેલ શોક સંદેશમાં જણાવ્યું હતું કે: “આર્કિટેક્ચરમાં સ્નાતક, અમારા વિદ્યાર્થી શિવ મિસ્ત્રીના દુઃખદ અને અકાળે અવસાન વિશે સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે. CEPT સમુદાયના સભ્યો તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરવા ઈચ્છે છે. અમને આ રીતે એક યુવા વિદ્યાર્થી અને અમારા સમુદાયના એક સભ્યની અચાનક વિદાયથી અમે દુખી છીએ.

ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ