ahmedabad traffic problem : ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (GSLSA) દ્વારા 19મી જૂને અમદાવાદના ચાર રસ્તાઓ પર ટ્રાફિકની સ્થિતિનું નિરીક્ષણ કરવા અને રિપોર્ટ કરવા માટે હાઈકોર્ટની ડિવિઝન બેંચના નિર્દેશો બાદ સુપરત કરાયેલા અહેવાલમાં, GSLSAને તમામ વિસ્તારોમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ગેરકાયદે પાર્કિંગ, ટ્રાફિકને અવરોધતા હોવાના કિસ્સાઓ જોવા મળ્યા હતા.
GSLSA ના તારણો ટ્રાફિક પોલીસના કોર્ટ સમક્ષ અગાઉના દાવાથી વિપરીત છે કે, તે શહેરમાં પાર્કિંગ અને ટ્રાફિકની ભીડની સમસ્યાઓથી વાકેફ છે અને તેનું સંચાલન કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. 19 જૂનના રોજ, ગુજરાત હાઈકોર્ટે GSLSAને ગેરકાયદે પાર્કિંગની સ્થિતિની તપાસ કરવા અને SG હાઈવે, CG રોડ, જજીસ બંગલો રોડ અને નારણપુરા ઈન્ટરસેક્શનથી હાઈકોર્ટ સંકુલ સુધીના રસ્તા જેવા વિસ્તારોમાં ટ્રાફિક અડચણોને ઓળખવાનો નિર્દેશ આપ્યો હતો.
જજીસ બંગલો રોડ પર, GSLSA એ અહેવાલ આપ્યો કે, “મુખ્ય માર્ગ પર સ્થિત લગભગ તમામ જગ્યાઓમાં, વાહનો ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવ્યા હતા, જેનાથી ટ્રાફિકની અવરજવરમાં અવરોધ ઊભો થાય છે. ઘણી જગ્યાઓ પર રોંગ સાઇડ ડ્રાઇવિંગને કાબૂમાં લેવા માટે કોઇ ટ્રાફિક પોલીસ તંત્ર જોવા મળ્યું નથી. કેટલાક ચાર રસ્તાઓ પર, ભારે ટ્રાફિક જોવા મળે છે.
ટ્રાફિક કર્મચારીઓના અભાવને કારણે, જામ અથવા અરાજકતા સર્જાઈ જાય છે, જેથી કેટલાક કિસ્સાઓમાં તો ઇમરજન્સી વાહનોની અવરજવરમાં પણ અવરોધ બની શકે છે. ઘણી જગ્યાએ, સ્ટ્રીટ ફૂડ સ્ટોલ, ચાના સ્ટોલ અને ફળ અને શાકભાજીના વિક્રેતાઓએ અતિક્રમણ કર્યું છે, જેના પરિણામે રસ્તાઓ વાહન વ્યવહાર માટે સાંકડા થઈ ગયા છે, જેનો ઉપયોગ ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા અને અવરજવર માટે થઈ શકે છે.
આ પણ વાંચો – ગુજરાતમાં ફિલ્મી સ્ટોરી જેવી ઘટના, સોનાના સિક્કા મળ્યા મજૂરોને અને ચોરી ગઇ પોલીસ…
ઉલ્લેખનીય છે કે, GSLSAએ ચીફ જસ્ટિસના બંગલાની બહાર ખોટી દિશામાં જતા વાહનોની નોંધ પણ કરી હતી. સરકારી સંસ્થાને અન્ય બે વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. તેમાં નારણપુરા ઈન્ટરસેક્શન અને ગુજરાત હાઈકોર્ટ પરિસર વચ્ચે રખડતા ઢોર પણ જોવા મળ્યા હતા. અંકુર સ્ક્વેર ખાતે, જીએસએલએસએ એ પણ શોધી કાઢ્યું હતું કે, ફૂડ કોર્ટ સાથેના ઘણા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની સુવિધા જ નથી,
જેના કારણે જાહેર માર્ગ ગેરકાયદેસર પાર્કિંગથી ભરાઈ જાય છે, અને થલતેજ મેટ્રો સ્ટેશન પર, જીએસએલએસએએ શોધી કાઢ્યું કે, પર્યાપ્ત પાર્કિંગ સુવિધાઓની જરૂર છે કારણ કે, આ વિસ્તારમાં રિક્ષાચાલકો દ્વારા ભારે કબજો કરવામાં આવ્યો છે. સીજી રોડ પર, જીએસએલએસએ નોંધ્યું હતું કે, જ્યારે નો પાર્કિંગ ઝોનમાં ઓટો-રિક્ષા સહિતના વાહનો ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવ્યા હતા, ત્યારે “રસ્તા પર ટ્રાફિકની હિલચાલ મોટે ભાગે સરળ હતી”.