અમદાવાદ: ગયા વર્ષની સરખામણીએ 2023ના પ્રથમ 6 મહિનામાં ઈ-ચલણ ફટકારવામાં 80 ટકા ઘટાડો

Ahmedabad traffic fine e-challans : અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા શેર કરવામાં આવેલ ડેટા દર્શાવે છે કે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં ઈ-ચલાન ઈશ્યૂ કરવામાં આવ્યા હતા, તે સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ઈશ્યુ કરવામાં આવેલા ઈ-ચલાનમાંથી માત્ર એક ચતુર્થાંશ છે

Ahmedabad traffic fine e-challans : અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા શેર કરવામાં આવેલ ડેટા દર્શાવે છે કે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં ઈ-ચલાન ઈશ્યૂ કરવામાં આવ્યા હતા, તે સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ઈશ્યુ કરવામાં આવેલા ઈ-ચલાનમાંથી માત્ર એક ચતુર્થાંશ છે

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
AHMEDABAD traffic polie | fine | e-memo

અમદાવાદ ટ્રાફિક પોલીસે ગત વર્ષની સરખામણીએ ઓછો દંડ વસૂલિયો (પ્રતિકાત્મક તસવીર)

રિજિત બેનર્જી : અમદાવાદ તાજેતરમાં લાપરવાહીથી ડ્રાઇવિંગને કારણે અકસ્માતોની અનેક ઘટનાઓનું સાક્ષી બન્યું છે અને ટ્રાફિક પોલીસનો દાવો છે કે, તે ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં સક્રિય છે, ગયા વર્ષની સરખામણીમાં 2023 માં જે ઇ-ચલણ જાહેર કરવામાં આવ્યા છે, જે મોટી સંખ્યામાં ઘટાડો છે.

Advertisment

અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા શેર કરવામાં આવેલ ડેટા દર્શાવે છે કે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં ઈ-ચલાન ઈશ્યૂ કરવામાં આવ્યા હતા, તે સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ઈશ્યુ કરવામાં આવેલા ઈ-ચલાનમાંથી માત્ર એક ચતુર્થાંશ છે. જ્યારે જાન્યુઆરીથી જૂન 2022 વચ્ચે 8.67 લાખ ઈ-ચલણ જાહેર કરવામાં આવ્યા હતા અને 64.7 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો, આ વર્ષે જૂન સુધીમાં 2.11 લાખ ઈ-ચલણ જાહેર કરવામાં આવ્યા હતા અને ઉલ્લંઘન કરનારાઓ પર 13.6 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જે લગભગ 80 ટકા ઓછો છે.

આ વર્ષે ફેબ્રુઆરીથી ઈ-ચલાન જાહેર કરવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઉદાહરણ લઈએ: ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા 1.22 લાખ ઈ-ચલાનની સામે, ટ્રાફિક પોલીસે આ ફેબ્રુઆરીમાં માત્ર 20,000 ઈ-ચલણ જાહેર કર્યા છે. આ જૂનમાં લાદવામાં આવેલ દંડ ગયા વર્ષના જૂનના આંકડા કરતાં 11 ગણો ઓછો છે.

વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે 2022માં રૂ. 130 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે – જેમાંથી માત્ર 20 ટકા જ ઉલ્લંઘન કરનારાઓ પાસેથી વસૂલવામાં આવ્યા છે – જૂન 2023 સુધીમાં માત્ર રૂ. 13.68 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે.

Advertisment

ટ્રાફિક પોલીસ આ ઘટાડા માટે કેન્દ્ર સરકારની 'વન નેશન વન ચલણ' પહેલને આભારી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચલણ બનાવવાની પ્રક્રિયાના કેન્દ્રીયકરણને કારણે ઓછા ઈ-ચલાન થયા છે અને આ ઘટાડો જરૂરી નથી કે, ઉલ્લંઘનની ઓછી સંખ્યા દર્શાવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), જે ટ્રાફિક પોલીસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે જવાબદાર છે, તે મુજબ, શહેરમાં CCTV કેમેરાથી સજ્જ 113 જંકશનમાંથી માત્ર 48 પર ઈ-ચલણ જાહેર કરવામાં આવે છે.

આ પણ વાંચો - જીવિત અને સ્વસ્થ્ય મહિલાને વડોદરામાં મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું, તપાસમાં સામે આવ્યો ગજબ સંયોગ…

અમદાવાદ સિટી પોલીસના એડિશનલ કમિશનર (ટ્રાફિક) નરેન્દ્ર કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે, "2022માં 130 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, તેમાંથી માત્ર 20-21 ટકા ઉલ્લંઘનકારોએ જ દંડ ભર્યો હતો." “ઇ-ચલણ આરટીઓમાં નોંધાયેલા ઉલ્લંઘનકર્તાના ફોન નંબર પર મોકલવામાં આવે છે

ગુજરાતી ન્યૂઝ ગુજરાત પોલીસ ગુજરાત