Ahmedabad Vadodara Express Highway Accident : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં કાર એક ટ્રેલર પાછળ ઘુસી જતા કારમાં સવાર 8 થી વધુ લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલ સારવાર માટે લઈ જનાર બે લોકોના મોત થતા મૃત્યઆંક 10 થયો છે. કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે સમયે નડિયાદ નજીક અકસ્માત સર્જાયો.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા થી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આવી રહેલી કાર ફૂલ સ્પીડમાં ટેન્કરની પાછળ ઘુસી જતા કારના ફૂરચે-ફૂરચા ફડી ગયા હતા. ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી, અને 8 મૃતકો તથા બે ઈજાગ્રસ્તને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા હતા, જોકે સારવાર દરમિયાન બે લોકોના પણ મોત નિપજ્યા હતા.
નડિયાદ નજીક અમદાવાદ પાર્સિંગની કારને નડ્યો અકસ્માત
આજે બપોરે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદ પૂર્વ પાર્સિંગની અર્ટીંગા કાર નંબર જીજે27 ઈસી 2578 વડોદરાથી અમદાવાદ તરફ આવી રહી હતી તે સમયે નડિયાદ નજીક ફૂલ સ્પીડમાં કાર ટેન્કરની પાછળ ઘુસી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં 10 લોકો સવાર હતા, જેમાંથી 8 ના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે બેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતથી ટ્રાફિક જામ સર્જાયો
તપાસ અધિકારી નડિયાદ રુરલ પોલીસ સબ ઈન્સપેક્ટર ચૌધરીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને માહિતી આપતા જણાવ્યું હતુ કે, અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક વાહન ચાલકોએ 108 ને જાણ કરતા તે પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસે પહોંચી મામલો હાથ પર લેતા ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થઈ ગયો છે. આ દુર્ઘટનામાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોના સારવાર મળે તે પહેલા મોત થયા છે.
આ પણ વાંચો – Gujarati News 16 April 2024 Highlights : પટના રોડ અકસ્માત: ક્રેન સાથે રીક્ષાની ટક્કર, 7 લોકોના મોત
અકસ્માતનો ભોગ બનનાર મતૃકો અને ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસે પીડિતોના નામ જાણવા, તેમના પરિવારજનોને જાણ કરવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.