Ahmedabad Weather, અમદાવાદ વેધર : ગુજરાતમાં ચોમાસું ફરી જામ્યું છે ત્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં આજે ગુરુવારે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદના વાતાવરણમાં વરસાદી મોહલ સર્જાયો હતો. કડાકા ભડાકાના અવાજ સાથે ક્યાંક વરસાદ પણ પડ્યો હતો. બદલાયેલા વાતાવરણના પગલે અમદાવાદીઓને બફારમાંથી રાહત મળી હતી.
અમદાવાદના વાતાવરણમાં પલટો
મળતી માહિતા પ્રમાણે આજે અમદાવાદમાં સવારથી જ વાતાવરણ બદલાયેલું જોવા મળી રહ્યું છે. અમદાવાદના આકાશમાં વાદળા બરોબર ઘેરાયા છે. ગમેત્યારે વરસાદ તૂટી પડે તેવી સ્થિતિ છે. બીજી તરફ ક્યાં ક્યાં વીજળીના કડાકાના અવાજો પણ સંભળાયા હતા. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો.
શહેરમાં 10 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે એક એમએમ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 22 ઓગસ્ટ 2024, ગુરુવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં બે કલાકમાં એક એમએમ વરસાદ નોંધાયો હતો.
કયા કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ
અમદાવાદ શહેરના ગીતામંદિર, કાંકરિયા મણિનગર, જમાલપુર, એસટી, ખાડિયા, પાલડી, વાસણા, વેજલપુર, એલિસબ્રિજ, લો ગાર્ડન, ખમાસા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સતત 30 મિનિટથી શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ જ છે. વરસાદને પગલે રોડ પર વરસાદી પાણી વહેવાનું શરૂ થયું છે.
આજે શું છે વરસાદની આગાહી?
ગુજરાતમાં ચોમાસું ફરી જામ્યું છે ત્યારે આજે 22 ઓગસ્ટ 2024, ગુરુવારના દિવસે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 14 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચોમાસું ફરી જામ્યું, 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ, આજે ક્યાં પડશે ભારે વરસાદ?
આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, દીવમાં સામાનય્ વરસાદ પડશે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર, વડોદરામાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી.