અમદાવાદ પશ્ચિમ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભાજપની વિજયકૂચ યથાવત્, દિનેશ મકવાણાની જીત

Ahmedabad West Lok Sabha Eelection Result 2024, અમદાવાદ પશ્ચિમ લોકસભા ચૂંટણી પરિણામ 2024: અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના દિનેશ મકવાણાનો કોંગ્રેસના ભરત મકવાણા સામેે 2,86,437 વિજય થયો છે.

Written by Ashish Goyal
Updated : June 04, 2024 17:49 IST
અમદાવાદ પશ્ચિમ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભાજપની વિજયકૂચ યથાવત્, દિનેશ મકવાણાની જીત
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના દિનેશ મકવાણાનો કોંગ્રેસના ભરત મકવાણા સામે 2,86,437 વિજય થયો છે

Ahmedabad West Lok Sabha Result 2024 : લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો સામે આવી રહ્યા છે. ગુજરાતની અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના દિનેશ મકવાણાનો કોંગ્રેસના ભરત મકવાણા સામેે 2,86,437 વિજય થયો છે. દિનેશ મકવાણાને 6,11,704 વોટ મળ્યા છે. જ્યારે ભરત મકવાણાને 3,25,267 વોટ મળ્યા છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપે ત્રણ ટર્મ સાંસદ રહેલા ડો. કિરીટ સોલંકીને બદલી દિનેશ મકવાણાને ઉમેદવાર બનાવ્યા હતા. આ બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે.

અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ પર 55.45 મતદાન

અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. અમદાવાદ પશ્ચિમમાં કુલ 55.45 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો એલિસબ્રિજમાં 56.54 ટકા, અમરાઈવાડીમાં 51.35 ટકા, દરિયાપુરમાં 57.80 ટકા, જમાલપુર-ખાડીયા 53.63 ટકા, મણિનગરમાં 56.98 ટકા, અસારવામાં 54.52 ટકા અને દાણીલીમડામાં 56.79 ટકા મતદાન નોંધાયું હતું.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 પરિણામ, શોભના બારૈયા ભાજપની આશા પર ખરા ઉતરશે કે પછી તુષાર ચૌધરી મારશે બાજી

2019માં શું હતું પરિણામ

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકીએ કોંગ્રેસના રાજુ પરમાર સામે 3,21,546 મતોથી વિજય મેળવ્યો હતો. ડો. કિરીટ સોલંકીને 64.35 ટકા અને રાજુ પરમારને 32.1 ટકા વોટ મળ્યા હતા.

Ahmedabad West Lok Sabha Result 2024
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના દિનેશ મકવાણાનો કોંગ્રેસના ભરત મકવાણા સામેે 2,86,437 વિજય થયો

લોકસભા ચૂંટણી અમદાવાદ પશ્ચિમ બેઠક પર ચૂંટાયેલા સાંસદ

  • 2009 – ડો. કિરીટ સોસંકી (ભાજપ)
  • 2014 – ડો. કિરીટ સોસંકી (ભાજપ)
  • 2019 – ડો. કિરીટ સોસંકી (ભાજપ)
  • 2024 – દિનેશ મકવાણા (ભાજપ)

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 06 ઉમેદવારો

ક્રમઉમેદવારપાર્ટી
1અનિલકુમાર વાઘેલાબસપા
2દિનેશભાઈ મકવાણાભાજપા
3ભરત મકવાણાકોંગ્રેસ
4ભાવેશકુમાર ભિટોરાગુજરાત લોકતંત્ર પાર્ટી
5વેધુભાઈ સિરાસતજનસેવા ડ્રાઈવર પાર્ટી
6શંકરભાઈ રાઠોડડેમોક્રેટિક ભારતીય સમાજ પાર્ટી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ