Air India Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો સમગ્ર ઘટનાક્રમ, અહીં જાણો

Air India Plane Crash in Ahmedabad : અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જાણો આ દુર્ઘટના કેવી રીતે બની

Air India Plane Crash in Ahmedabad : અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જાણો આ દુર્ઘટના કેવી રીતે બની

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Plane Crash, Plane Crash, Air India Plane Crash in Ahmedabad, અમદાવાદ પ્લેન ક્રેશ

અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે (તસવીર - સોશિયલ મીડિયા)

Air India Plane Crash in Ahmedabad : અમદાવાદમાં પ્લેન દુર્ઘટના સામે આવી છે. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલોટ સહિત 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ વિમાનમાં લગભગ 52 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક પણ સવાર હતા. આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોતના સમાચાર છે.

Advertisment

8 મિનિટમાં શું થયું?

એર ઇન્ડિયાનું આ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન એક મોટું વિમાન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ 11 વર્ષ જૂનું વિમાન છે. ગુરુવારે બપોરે 1:30 વાગ્યે ટેકઓફ કરતા પહેલા તે રનવેની વચ્ચે હતું. સેટેલાઇટ તસવીરોના આધારે, વિમાન બપોરે 1:38 વાગ્યે રન-વેના છેડે હતું. વિમાન ઉડાન ભરી ચૂક્યું હતું. વિમાને ઉડાન ભરી અને સમુદ્ર સપાટીથી 625 ફૂટ ઉપર તેણે સિગ્નલ ગુમાવ્યો હતો. એરપોર્ટ સમુદ્ર સપાટીથી લગભગ 200 ફૂટ ઉપર છે, જેનો અર્થ એ છે કે વિમાન એરપોર્ટથી લગભગ 400 ફૂટ ઉપર ઉડ્યું. વિમાનનું સિગ્નલ લગભગ 8 મિનિટ સુધી એક્ટિવ રહ્યું હતું અને 1:40 વાગ્યે વિમાન ક્રેશ થયું હતું.

આ વિમાન સમુદ્ર સપાટીથી લગભગ 625 ફૂટ ઉપર હતું

એક્સપર્ટો કહે છે કે આ વિમાન સમુદ્ર સપાટીથી લગભગ 625 ફૂટ ઉપર હતું, જો તે 35000 ફૂટની વધુ ઊંચાઈ પર હોત તો ક્રૂ સભ્યોને પરિસ્થિતિને સંભાળવા માટે વધુ સમય મળ્યો હોત અને ઘણા લોકોને બચાવી શકાયા હોત. પરંતુ આ અકસ્માતમાં પાઇલટને ફક્ત એક મિનિટનો સમય મળ્યો હતો.

Advertisment

આ પણ વાંચો - એર ઇન્ડિયા પ્લેન ક્રેશ : શું હોય છે MAYDAY કોલ? દુર્ઘટના પહેલા જ પાયલટે આપ્યા હતા સિગ્નલ

આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે પાયલટે અકસ્માત પહેલા જ સિગ્નલ આપી દીધું હતું. મહત્વની માહિતી એવી છે કે વિમાન ક્રેશ થાય તે પહેલા જ નજીકના એટીસીને સિગ્નલ મોકલવામાં આવ્યું હતું.

ગુજરાતી ન્યૂઝ પ્લેન ક્રેશ અમદાવાદ ગુજરાત