બ્લેક બોક્સ શું છે અને તે કેવી રીતે કામ કરે છે? જાણો પ્લેન દુર્ઘટના તપાસમાં કેમ છે મહત્વપૂર્ણ

Air India Plan Crash in Ahmedabad : 12 જૂનના રોજ એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે મેઘાણી નગરમાં ક્રેશ થયું હતું. જ્યારે વિમાન ક્રેશ થાય છે ત્યારે તપાસકર્તાઓ ઘણીવાર 'બ્લેક બોક્સ' શોધે છે. આવી સ્થિતિમાં અહીં જાણવું મહત્વપૂર્ણ છે કે 'બ્લેક બોક્સ' શું છે?

Written by Ashish Goyal
Updated : June 12, 2025 18:43 IST
બ્લેક બોક્સ શું છે અને તે કેવી રીતે કામ કરે છે? જાણો પ્લેન દુર્ઘટના તપાસમાં કેમ છે મહત્વપૂર્ણ
Air India Plan Crash: એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું છે (એક્સપ્રેસ ફોટો, ભૂપેન્દ્ર રાણા)

What is Aeroplane Black Box, Air India Plan Crash: એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું છે. 12 જૂન, 2025 ના રોજ એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે અમદાવાદના મેઘાણી નગરમાં ક્રેશ થયું હતું. જ્યારે વિમાન ક્રેશ થાય છે ત્યારે તપાસકર્તાઓ ઘણીવાર ‘બ્લેક બોક્સ’ શોધે છે. આવી સ્થિતિમાં અહીં જાણવું મહત્વપૂર્ણ છે કે ‘બ્લેક બોક્સ’ શું છે?

જ્યારે વિમાન ક્રેશ થાય છે ત્યારે તપાસકર્તાઓ ઘણીવાર ‘બ્લેક બોક્સ’ શોધે છે. આનાથી તપાસકર્તાઓને વિમાન દુર્ઘટનાનું કારણ શું હતું તે જાણવાનું ખૂબ જ અનુકૂળ બનાવે છે. ચાલો આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ કે ‘બ્લેક બોક્સ’ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. તેનો પ્રથમ વખત ઉપયોગ ક્યારે થયો હતો?

બ્લેક બોક્સનો શું છે ઉપયોગ?

બ્લેક બોક્સનો ઉપયોગ ફ્લાઇટમાં કોઈપણ દુર્ઘટનાને શોધવા માટે કરવામાં આવે છે. તે ફ્લાઇટથી સંબંધિત તમામ માહિતી અને ગતવિધિઓને રેકોર્ડ કરે છે. આ કારણે તેને ફ્લાઈટ ડેટા રેકોર્ડર (એફડીઆર) પણ કહેવામાં આવે છે. તે અકસ્માત દરમિયાન સુરક્ષિત રાખવા માટે સૌથી મજબૂત મેટલ ટાઇટેનિયમમાંથી બનાવવામાં આવે છે. તેની તાકાત એટલી છે કે અકસ્માત થાય તો પણ બ્લેક બોક્સ સુરક્ષિત રહે છે.

આ બ્લેક બોક્સથી જાણકારી એકઠી કરવામાં આવે છે કે અસલમાં શું થયું હષશે. બ્લેક બોક્સનો ઉપયોગ 1950ના દાયકાની શરૂઆતમાં શરૂ થયો હતો, જ્યારે તપાસકર્તાઓ વિમાન ક્રેશ થયા બાદ ક્રેશ થવાના નિર્ણાયક કારણો શોધવામાં અસમર્થ હતા. ડેવિડ વોરેન નામના ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકને તેની શોધનો શ્રેય ઘણીવાર આપવામાં આવે છે.

આ પણ વાંચો – એર ઇન્ડિયા પ્લેન ક્રેશ : શું હોય છે MAYDAY કોલ? દુર્ઘટના પહેલા જ પાયલટે આપ્યા હતા સિગ્નલ

શરૂઆતમાં તેનો રંગ લાલ હતો. તે દરમિયાન તેનું નામ રેડ એગ હતું. પણ પછી અંદરની દીવાલના કાળા રંગને કારણે આ બોક્સ બ્લેક બોક્સ કહેવા લાગ્યું. જમીન, ઝાડી-ઝાંખરામાં પડ્યા પછી પણ તે દેખાય તે માટે તેનો ઉપરનો ભાગ લાલ કે ગુલાબી રાખવામાં આવે છે.

બ્લેક બોક્સ દરેક વિમાનની પાછળના ભાગમાં રાખવામાં આવે છે

આ બોક્સ દરેક વિમાનની પાછળના ભાગમાં રાખવામાં આવે છે. આનું કારણ એ છે કે અકસ્માતની સ્થિતિમાં તે સુરક્ષિત રહી શકે. એક સામાન્ય બ્લેક બોક્સનું વજન લગભગ 10 પાઉન્ડ (4.5 કિલો) હોય છે. તેની અંદર રેકોર્ડિંગ માટે નખ આકારની ચિપ હોય છે. તેમાં બે રેકોર્ડર હોય છે. કોકપીટમાંથી આવતા અવાજ માટે કોકપિટ વોઇસ રેકોર્ડર (સીવીઆર) અને સેકન્ડ ફ્લાઇટ ડેટા રેકોર્ડર (એફડીઆર).

સામાન્ય રીતે બ્લેક બોક્સમાંથી મેળવેલી માહિતીનું વિશ્લેષણ કરવામાં 10-15 દિવસનો સમય લાગે છે. દરમિયાન, તપાસકર્તાઓ અન્ય કડીઓ શોધે છે જેમ કે એર ટ્રાફિક કન્ટ્રોલના કર્મચારીઓ પાસેથી માહિતી લેવી અને ક્રેશ પહેલાં એટીસી અને પાઇલટ્સ વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ. આનાથી તપાસકર્તાઓને એ સમજવામાં મદદ મળે છે કે શું પાઇલટ્સને ખબર હતી કે તેઓ એવી સ્થિતિમાં છે કે જે આવી પરિસ્થિતિ તરફ દોરી રહી છે અને જો તેમ હોય તો, શું તેઓએ વિમાનને નિયંત્રિત કરવામાં કોઈ સમસ્યાની જાણ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ