Ambaji Bhadarvi Poonam 2025: જો તમે દર્શન કરવા અંબાજી જઈ રહ્યા છો તો આટલું વાંચી લો, તમને કામ લાગશે

Ambaji Bhadarvi Poonam Maha Melo 2025 : અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે. ત્યારે લાખો ભક્તો અંબે માના દર્શન કરવા માટે ભારે ઉત્સાહથી અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે જો તમે પણ દર્શન કરવા માટે અંબાજી જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે.

Written by Ankit Patel
September 02, 2025 12:33 IST
Ambaji Bhadarvi Poonam 2025: જો તમે દર્શન કરવા અંબાજી જઈ રહ્યા છો તો આટલું વાંચી લો, તમને કામ લાગશે
અંબાજી ભાદરવી પૂનમ મહા મેળો - photo- Social media

Ambaji Bhadarvi Poonam Mela 2025 : અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે જે આગામી રવિવાર 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. લાખો ભક્તો જગત જનની મા અંબાના દર્શન કરવા માટે અંબાજી તરફ પ્રયાણ કરી રહી રહ્યા છે. કેટલા ભક્તો અંબાજી પહોંચી પણ ગયા છે. ભક્તો પગપાળા સંઘ સાથે નીકળ્યા છે. લાખો ભક્તો અંબે માના દર્શન કરવા માટે ભારે ઉત્સાહથી અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે જો તમે પણ દર્શન કરવા માટે અંબાજી જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે.

અંબાજી મંદિર અને તંત્ર દ્વારા લાખો ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને ભક્તોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે સારી વ્યવસ્થા ગોઠવી છે. ભક્તોની સુરક્ષા, ખાવા પીવા, આરામ, તેમજ પાર્કિગ સહિતની સુવિધાઓ ઊભા કરવામાં આવી છે. તો ચાલો જાણીએ મંદિરના દર્શનથી લઈને વિશ્રામ સુધીની કેવી વ્યવસ્થાઓ છે.

દર્શન વ્યવસ્થા

  • બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ
  • યાત્રાળુઓની લાઈનમાં પીવાના પાણીની વ્યવસ્થા
  • ભૈરવજી ગેટ દ્વાર નંબર-9થી પાવડી પૂજાના બ્રાહ્મણો તથા સ્ટાફ પ્રવેશ
  • દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલચેરવાળા, સીનીયર સીટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લેવાની વ્યવસ્થા
  • ગેટ દ્વાર નંબર-7થી અંબાજી ગ્રામજનો, ફરજ ઉપરનો સ્ટાફ તથા પાસ ઈશ્યૂ કરેલા વ્યક્તિઓને પ્રવેશ
  • દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન ઈ રીક્ષાની વિશેષ સુવિધા
  • ઈમરજન્સી એક્ઝીટ માટે માન સરોવર ગેટ નંબર-6 અને વીવીઆઈપી ગેટ નંબર-5

બહાર નિકળવાના માર્ગ

  • શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા
  • હવનશાળાની બાજુનો ગેટ 7 એ
  • ભેરવજી મંદિર તરફનો ગેટ નંબર-8

પ્રસાદ વ્યવસ્થા- કૂલ 28 કેન્દ્રો અને લોકેશન

  • મુખ્ય પ્રસાદ કેન્દ્ર (મંદિર સંકુલ)એચ.ડી.એફ.સી. બેંક-4
  • ગણપતિ મંદિર (મંદિર સંકુલ)-4
  • હવનશાળા આગળ (મંદિર સંકુલ)-12
  • 7 નંબર ગેટ પાસે (મંદિર સંકુલ)-1
  • ગબ્બર તળેટી(મંદિર સંકુલ)-1
  • હવનશાળા આગળ યુનિયન બેંક-1
  • હવનશાળા આગળ બેંક ઓફ બરોડા-1
  • શક્તિદ્વાર પાર્કિંગ-એચ.ડી.એફ.સી.બેંક-1
  • ચીક્કી પ્રસાદ(મંદિર સંકુલ)-1
  • યાત્રિક પ્લાઝા-1
  • બસસ્ટેન્ડ મુખ્ય પ્રવેશ દ્વાર-1

પબ્લીક એડ્રેસ અને સાઉન્ડ સીસ્ટમ

  • અંબાજી મંદિર સંકુલમાં કન્ટ્રોલરૂમ ખાતે મંદિર પરિસરથી બસ સ્ટેન્ડ સુધી
  • ગબ્બર ખાતે કંટ્રોલરૂમ
  • તમામ હંગામી પાર્કિગોમાં
  • બે હંગામી ભોજનાલયો(દિવાળીબા ગુરુ ભવન અને ગબ્બર તળેટી)
  • હંગામી પાર્કિંગ પ્લોટમાં

લગેજ પગરખા કેન્દ્ર

  • યાત્રિક મુખ્ય પ્રવેશ ડોમ (એસ.ટી.સ્ટેન્ડ સંકુલ) ખાતે
  • ગબ્બર તળેટી ખાતે

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

  • મંદિર સંકુલ
  • શ્રી 51 શક્તિપીઠ સર્કલ
  • ગબ્બર તળટી-ઉતરવાના પગથિયા-પરિક્રમા ખાતે

યાત્રિકો માટે વિશ્રામસ્થળ

  • મેળા દરમિયાન હંગામી વિશ્રામસ્થળ

અંબાજીથી હડાદ રોડ ઉપર

  • કામાક્ષી મંદિર સંકુલ અંદર
  • કામાક્ષી મંદિરની બહાર
  • કામાક્ષી સામે ભાદરવી પૂનમ મેળા ઓફિસની બાજુમાં પ્રાઈવેટ પ્લોટમાં
  • અંબાજીથી 12 કીમી દૂર (રાણપુર ઘાટી)
  • હડાદ પોલીસ સ્ટેશનની આગળ તથા બાજુમાં
  • ડી.કે. ત્રિવેદી બંગલાની સામે

અંબાજીથી દાંતા રોડ ઉપર

  • વ્યંકટેશ માર્બલની બાજુમાં
  • મીનરલ વોટર પ્લાન્ટની પાછળ (પાંછા)
  • આદર્શ નિવાસી શાળા, દાંતા

અંબાજી ગામમાં હંગામી મંડપ

  • પોલીસ સ્ટેશનની બાજુમાં જૂની કોલેજના મેદાનમાં
  • અંબિકા ભોજનાયલના આગળના ભાગમાં
  • શક્તિદ્વારની સામે જન સુવિધા સંકુલની બાજુમાં
  • બસ સ્ટેશનની અંદર મલ્ટી-પરપઝ ડોમ
  • દિવાળી બા ગુરુભવનની બાજુમાં
  • હરણેશ્વર મંદિરની બાજુમાં 51 શક્તિપીઠ સર્કલ

અંબાજીથી ગબ્બર રોડ હંગામી મંડપ

  • ગબ્બર ચઢવાના પગથિયાની બાજુમાં પાર્કિંગ નં-1
  • વનકવચ (ફોરેસ્ટ)ની આગળ
  • આપેશ્વર મહાદેવ મંદિરની સામેકાયમી યાત્રિક શેડની માહિતી

આ પણ વાંચોઃ- Ambaji Bhadarvi Poonam 2025: અંબાજી જતાં પહેલા આટલું કામ કરશો તો નહીં પડે તકલિફ, કેવી રીતે કરવું ઓનલાઈન પાર્કિંગ બૂક?

કાયમી યાત્રિક શેડની માહિતી

  • ટીંબાચુડી(છાપીથી મગરવાડા માર્ગ પર)
  • ભાગળપીપળી (પાલનપુરથી ધાણધા માર્ગ પર)
  • જલોત્રા(પાલનપુર-અંબાજી માર્ગ પર)
  • મેરવાડા (પાલનપુર-અંબાજી માર્ગ પર)
  • ભાલુસણા (સિદ્ધપુર-અંબાજી માર્ગ પર)
  • આંબાઘાટ (સતલાસણા-અંબાજી માર્ગ)
  • નવાવાસ (સતલાસણા-અંબાજી માર્ગ પર)
  • દાંતા મુકામે પી.ડબલ્યુ.ડી.ના વિશ્રામગૃહ પાસે (દાંતાથી અંબાજી માર્ગ પર)
  • વીસ રપટ (દાંતાથી અંબાજી માર્ગ પર)
  • ત્રિશુળીયા ઘાટ મંદિરની બંને બાજુ (દાંતાથી અંબાજી માર્ગ પર)
  • બાવળકાંઠીયા (ખેડબ્રહ્માથી અંબાજી માર્ગ પર)
  • માંકણચંપા મુકામે (ખેડબ્રહ્માથી અંબાજી માર્ગ પર)
  • આપેશ્વર મહાદેવ મંદિર સામે (અંબાજીથી ગબ્બર માર્ગ પર)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ