Ambaji Bhadarvi Poonam Mela 2025 Online Parking: અંબાજી ભાદરવી પૂનમ 2025 મહા મેળો આજથી પ્રારંભ થયો છે. મહા મેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. આ સાત દિવસ દરમિયાન લાખો ભક્તો અંબાજીની મુલાકાત લેશે અને મા અંબેના ચરણમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લેશે. આશરે 30 લાખ ભક્તો અંબાજીની મુલાકાત લેવાની ધારણા વચ્ચે સરકારી તંત્ર દ્વારા પાર્કિંગ ફ્રી પાર્કિંગ વ્યવસ્થાનું આયોજન કર્યું છે. ભક્તો ઘરે બેઠા પણ પાર્કિગ ઓનલાઈન બુકિંગ કરી શકે છે.
શો માય પાર્કિંગ એપ્લિકેશનથી ડાઉનલોડ કરી શકશે બૂકિંગ
અંબાજી ભાદરવી પૂનમ 2025 મહામેળો શરુ થયો છે ત્યારે અંબાજી આવતા વાહનો માટે મફત ઓનલાઈન પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ થશે. શો માય પાર્કિંગ” એપ્લિકેશન થકી ઓનલાઈન પાર્કિંગ બૂકિંગ કરી શકે છે.
કેવી રીતે પાર્કિંગ બૂક કરવું?
- ભક્તો ફક્ત પાંચ સરળ પગલાંમાં ઘરેથી તેમનું મફત પાર્કિંગ બુક કરાવી શકે છે.
- સૌપ્રથમતેમણે તેમના મોબાઇલ ઉપકરણ પર ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાંથી “શો માય પાર્કિંગ” એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
- તેમના મોબાઇલ નંબરથી લોગ ઇન કરવું
- તેમણે મુખ્ય ડેશબોર્ડ પર “અંબાજી ભાદરવી પૂર્ણિમા મહામેળા 2025” ઇવેન્ટ પસંદ કરવી પડશે.
- તેઓ તારીખ પસંદ કરી શકે છે,
- તેમનો વાહન નંબર દાખલ કરી શકે છે અને પાર્કિંગ સ્થાન પસંદ કરી શકે છે.
- આ વિગતો ભર્યા પછી અને “બુક” પર ક્લિક કર્યા પછી
- QR કોડ અને ગૂગલ મેપ્સ સ્થાન સાથે મફત પાર્કિંગ ટિકિટ તરત જ જનરેટ થશે.
કાર+ હેવી વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા
- ચિખલા પ્રાથમિક શાળા પાછળ
- કામાક્ષી મંદિરની સામે
- સેવ સ્ટોન પાછળ
- નવા રેલવે સ્ટેશન રોડ તરફ
ટુવ્હીલર વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા
- સુપર માર્બલની સામે
- સિદ્ધિ વિનાયક માર્બલની બાજુમાં
- પ્રજાપતિ ધર્મશાળાની બાજુમાં
- નંદિની હોટલની બાજુમાં
આ પણ વાંચોઃ- Ambaji Bhadarvi poonam 2025 : અંબાજી ભાદરવી પૂનમ મહામેળો આજથી શરુ, શું છે આરતી-દર્શનનો સમય?
અંબાજી ભાદરવી પૂનમ મેળાની માર્ગદર્શિકાની પીડીએફ
પાર્કિંગ વ્યવસ્થા (2 વ્હિલર અને 4 વ્હિલર)
- માંગલ્ય વન તરફના રસ્તાની બાજુ
2025 ભાદરવી પૂર્ણિમા મહામેળા દરમિયાન ભક્તોને પાર્કિંગની કોઈ સમસ્યા ન પડે તે માટે આ ખાસ ઓનલાઈન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે અંબાજી આવતા તમામ ભક્તોને આ મફત પાર્કિંગ સુવિધાનો લાભ લેવા વિનંતી કરી છે.