અંબાજી ભાદરવી પૂનમ મેળાની પૂર્ણાહુતિ : 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, જુઓ કેટલી થઈ આવક?

Ambaji Bhadravi Poonam Fair : અંબાજી ભાદરવી પૂનમના સાત દિવસના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, જેની આજે પૂર્ણાહુતી (Completion) થઈ. શ્રી આરાસૂરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને કરોડો રૂપિયાની આવક (Income) થઈ. તો જોઈએ તમામ વિગત.

Written by Kiran Mehta
September 29, 2023 16:20 IST
અંબાજી ભાદરવી પૂનમ મેળાની પૂર્ણાહુતિ : 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, જુઓ કેટલી થઈ આવક?
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં લાખો ભક્તોએ મા અંબાના દર્શન કર્યા.

Ambaji Bhadravi Poonam Fair : ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના આરાસુરી મા અંબાના ધામ અંબાજીમાં 23 સપ્ટેમ્બરે શરૂ થયેલો સાત દિવસનો ભાદરવી પૂનમના મેળાની આજે પૂર્ણાહુતી કરવામાં આવી છે. આજે અંતિમ દિવસે મા અંબાના દર્શન માટે લાખો માઈ ભક્તો અંબાજી પહોંચ્યા હતા. અંબાજીમાં આમ તો દર પૂનમે મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને આવે છે, પરંતુ ભાદરવા મહિનાની પૂનમનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ વર્ષે લગભગ 40 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શનનો લાહ્વો લીધો, અને ભેટ સોગાદ આપી.

સાત દિવસમાં 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

સાત દિવસના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ભક્તિ મય બની ગયું હતું. બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને ઉમટી પડતા અંબાજીમાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું હતું. ગઈ કાલે સૌથી વધારે ભક્તોનું ઘોડાપુર લગભગ 8 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો, આજે ભાદરવા મહિનાની પૂનમના દર્શનના મહત્ત્વને લઈ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે, તે જોતા સાત દિવસમાં દર્શનનો લાભ લેનાર ભક્તોની સંખ્યા 45 લાખને પાર કરી જાય તેવો અંદાજ છે.

મા અંબાના દરબારનો ડ્રોનથી અદભૂત નજારો

અંબાજી મંદિર ટ્રસ્ટ – સાત દિવસમાં કેટલી આવક થઈ

ભાદરવી પૂનમના સાત દિવસના મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું, અને મનમૂકિને માના દરબારમાં ભેટ, સોગાદ અને દાન કર્યું. કોઈએ સોનું અર્પણ કર્યું, તો કોઈએ પોતાની પાસે જે હોય તેમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એમ માની રોકડની ભેટ મુકી, આ સિવાય મંદિર સંસ્થાનને પ્રસાદ, સહિતની કુલ સાત દિવસમાં 5.50 કરોડની 6 દિવસમાં 28 તારીખ સુધીમાં આવક થઈ છે, ત્યારે આજે સાતમા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવ્યા છે, તે જોતા આ આંકડો 6 કરોડને પાર કરે તેવો અંદાજ છે.

આ પણ વાંચોAmbaji Bhadarvi Poonam | અંબાજી ભાદરવી પૂનમ 2023 : ગબ્બર નો ઈતિહાસ અને દંતકથા

આ પણ વાંચોAmbaji Bhadarvi Poonam 2023| ભાદરવી પૂનમ મેળો 2023 : અંબાજી મંદિરનો ઈતિહાસ અને ગાથા?

ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતી

અંબાજી મંદિરના વહિવટદાર કલેક્ટર વરૂણ બરનવાળે મંદિરે ધજા ચઢાવી મેળાની પૂર્ણાહુતી કરી હતી. સવારની મંગળા આરતીમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે લાઈનમાં લાગી ગયા હતા. પૂર્ણાહુતી બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પૂર્ણાહુતીની જાહેરાત કરતા વહીવટી તંત્રના સ્ટાફ, રાજ્ય સરકાર, પોલીસ ટીમ સહિત તમામ સ્વયં સેવકો અને ભક્તોનો આભાર વ્યક્ત કરી શાંતીથી તમામ આયોજન થયું તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ