અંબાજી ભાદરવી પૂનમ મહામેળો: પાર્કિંગથી લઈ, રહેવા, જમવા સહિતની સંપૂર્ણ માર્ગદર્શિકા, જોઈલો નહી તો અટવાઈ જશો

Ambaji Bhadravi Poonam arrangement Guidelines : અંબાજી ભાદરવી પૂનમ મહામેળો શરૂ થઈ ગયો છે, તો પદયાત્રીકો અને ભક્તો માટે ક્યાં કેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, તો જોઈલો તમામ માર્ગદર્શિકા.

Written by Kiran Mehta
Updated : September 10, 2024 18:57 IST
અંબાજી ભાદરવી પૂનમ મહામેળો: પાર્કિંગથી લઈ, રહેવા, જમવા સહિતની સંપૂર્ણ માર્ગદર્શિકા, જોઈલો નહી તો અટવાઈ જશો
અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024 ગાઈડલાઈન (ફોટો સોર્સ - શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ)

Ambaji Bhadravi Poonam Mahamela : અંબાજી ભાદરવી પૂનમ નો મહામેળો શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્ય સહિત દેશભરમાંથી ભક્તો પગપાળા સંઘ લઈ મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજી પહોંચવાના તમામ રસ્તાઓ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. પદયાત્રીઓ માટે તમામ માર્ગો પર સેવા કેમ્પો જોવા મળી રહ્યા છે. તો અંબાજી જઈ રહેલા તમામ ભક્તો, પદયાત્રીઓ માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો જોઈએ અંબાજીમાં પાર્કિગથી લઈ આરતી, દર્શનનો સમય, રહેવાની, જમવાની વ્યવસ્થા, ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો સહિતની તમામ જરૂરી વિગતો પર કરીએ એક નજર…

અંબાજી આરતી અને દર્શનનો સમય

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા સમયે મા અંબાના દર્શન સવારે 6 વાગ્યાથી બપોરે 11.30 કલાક સુધી થશે, પછી બપોરે મંદિર 11.30 થી 12.30 એટલે કે એક કલાક માટે બંધ રહેશે, આ સિવાય સાંજે પાંચ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ફરી બે કલાક મંદિર બંધ રહેશે. તમને જણાવી દઈએ કે, બપોરે એક કલાક અને સાંજે બે કલાક સિવાય સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે.

  • આરતી સવારે : ૦૬.૦૦ થી ૦૬.૩૦
  • દર્શન સવારે : ૦૬.૦૦ થી ૧૧.૩૦
  • દર્શન બંધ : ૧૧.૩૦ થી ૧૨.૩૦
  • દર્શન બપોરે : ૧૨.૩૦ થી ૧૭.૦૦
  • દર્શન બંધ : ૧૭.૦૦ થી ૧૯.૦૦
  • આરતી સાંજે : ૧૯.૦૦ થી ૧૯.૩૦
  • દર્શન સાંજે : ૧૯.૦૦ થી ૨૪.૦૦
  • દર્શન બંધ : ૨૪.૦૦ થી ૦૬.૦૦

અંબાજી નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા

અંબાજીમાં લાખોની સંખ્યામાં આવતા પદયાત્રીઓ અને ભકતો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. તો અંબાજીમાં ત્રણ સ્થળો પર મફત ભોજન-પ્રસાદ મળશે, જેમાં 1. શ્રી અંબિકા ભોજનાલય, 2. દિવાળીબા ગુરૂભવન, દાંતા રોડ, 3. ગબ્બર તળેટી, ગબ્બર.

અંબાજી દર્શન, પ્રસાદ, લગેજ-પગરખા કેન્દ્ર, વિશ્રામ સ્થળો સહિતની તમામ વ્યવસ્થા

અંબાજીમાં કયા માર્ગો પરથી પ્રવેશ મળશે, અસટી બસનો રૂટ કેવો રહેશે, ઈમરજન્સીમાં કયા સ્થળેથી બહાર નીકળી શકાશે, સેવા કેમ્પો માટે જરૂરી સૂચનાઓ સહિતની તમામ માર્ગદર્શિતા ઉપર જોઈ શકો છો.

આ પણ વાંચોઅંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024 : અંબાજી મંદિરની જાણી-અજાણી વાતો, યંત્રમાં એકાવન અક્ષર, આંખે પાટા બાંધી થાય છે પૂજા

અંબાજી – પાર્કિંગ સ્થળેથી મફત બસ સેવા

અંબાજીમાં ભાદરવી પૂનમને લઈ લાખોની સંખ્યામાં પગપાળા સંઘો, તથા પદયાત્રીઓ અને ભક્તો આવી રહ્યા હોવાથી કોઈ અગવડ અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંબાજીમાં દૂર ના સ્થળો પર પાર્કિંગ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, તો પદયાત્રીઓ આ પાર્કિંગ સ્થળોથી મંદિરે દર્શન માટે પહોંચી શકે તે માટે મફત મીની બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે, જેનો લાભ ભક્તો લઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ