અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, શહેરના જમાલપુર વિસ્તારમાં મંગળવારે ત્રણ “અનધિકૃત ઇમારતો” તોડી પાડવામાં આવી હતી. ગેરકાયદે બાંધકામમાં 13,326 ચોરસ ફૂટનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો, એમ સિવિક બોડીએ ઉમેર્યું હતું.
AMCના જણાવ્યા અનુસાર, ત્રણેય ઇમારતોને ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ એક્ટ (GPMA) કલમ 260(1) અને 260 (20) હેઠળ નોટિસ જાહેર કરવામાં આવી હતી, જેમાં નિયમોની વિરૂદ્ધ શરૂ થયેલી બિલ્ડિંગ અથવા કામના સંદર્ભમાં કાર્યવાહી કરવાની જોગવાઈ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ ઇમારતોને ત્રણ વખત સીલ કરવામાં આવી હતી. ચેતવણી છતાં, “અનધિકૃત બાંધકામ ચાલુ રાખ્યું”.
જ્યારે AMC દ્વારા જારી કરાયેલ પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું હતું કે, નાગરિક સંસ્થા જોખમી ઇમારતોને દૂર કરવાની સાથે ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરી રહી છે, જ્યારે “ખતરનાક ઇમારતો” દૂર કરવામાં આવી હોવાની કોઈ વિગતો નથી.
આ પણ વાંચો – ગિફ્ટ સિટીનો વિસ્તાર ત્રણ ગણો વધારવામાં આવશે, આસપાસના આ 4 ગામો પસંદ કરાયા
AMCના સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવીનો વારંવાર કોલ અને મેસેજ કરવા છતાં આ અંગે સ્પષ્ટતા માટે સંપર્ક થઈ શક્યો ન હતો.





