/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/America-Georgia-Accident-Gujarati-Womens-Death.jpg)
અમેરિકાના જ્યોર્જિયામાં રોડ અકસ્માતમાં આણંદની ત્રણ ગુજરાતી મહિલાના મોત (ફાઈલ ફોટો - એક્સપ્રેસ)
America Georgia Accident : અમેરિકાના જ્યોર્જિયામાં ગુજરાતી મહિલાઓની કારને અકસ્માત નડ્યો હતો, મહિલાઓ એટલાન્ટાથી ગ્રીન વિલા, સાઉથ કેરોલિનામાં જઈ રહ્યા હતા ત્યારે કાર ઓવરપસ સાથે અથડાઈ ફૂલ સ્પીડમાં ફંગોળાઈ હતી. જેમાં ત્રણ આણંદ જિલ્લાની મહિલાઓના મોત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાના જ્યોર્જિયા સાઉથ કેરોલિનામાં ગ્રીનવિલેમાં કાર અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોત થયા છે. ત્રણે આણંદ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, તો એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
અમેરિકન પોલીસ અનુસાર, ઓવર સ્પીડમાં કાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. કાર ડિવાઈડર સાથે ટકરાઈ 6 લેન ક્રોસ કરી ઝાડ સાથે ટકરાઈ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા.
આ પણ વાંચો - Ahmedabad Vadodara Express Highway Accident : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, 10 ના મોત
સૂત્રો અનુસાર, મૃતક મહિલાઓમાં 1. રેખાબેન દિલીપભાઈ પટેલ, 2. સંગીતાબેન બી પટેલ, 3. મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલનો સમાવેશ થાય છે, જ્યારે કામિનીબેન જીતેન્દ્રભાઈ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતનો ભોગ બનનાર મહિલાઓ ગુજરાતના આણંદના કાવિઠા અને વાસણા બોરસદ વિસ્તારની મૂળ રહેવાસી હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us