અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નબળી ગુણવત્તાના બાંધકામ મામલે કડક વલણ અપનાવી હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત આ ઓવરબ્રિજનું બાંધકામ કરનાર બે કન્સ્ટ્રક્શન કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાવી અને ચાર એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે. એએમસી એ શનિવારે હાટકેશ્વર ઓવબ્રીજનું બાંધકામ કરનાર બે કંપનીઓ અજય એન્જીનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ અને પ્રોજેક્ટ મોનિટરિંગ કન્સલ્ટન્ટ અને એસજીએસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના અધિકારીઓ સામે FIR નોંધાવી છે. આ ઓવરબ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યાના ચાર વર્ષમાં જર્જરીત થઇ ગયો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નબળી ગુણવત્તાના બાંધકામ મામલે કડક વલણ અપનાવી હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત આ ઓવરબ્રિજનું બાંધકામ કરનાર બે કન્સ્ટ્રક્શન કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાવી અને ચાર એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે. એએમસી એ શનિવારે હાટકેશ્વર ઓવબ્રીજનું બાંધકામ કરનાર બે કંપનીઓ અજય એન્જીનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ અને પ્રોજેક્ટ મોનિટરિંગ કન્સલ્ટન્ટ અને એસજીએસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના અધિકારીઓ સામે FIR નોંધાવી છે. આ ઓવરબ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યાના ચાર વર્ષમાં જર્જરીત થઇ ગયો હતો.
હાટકેશ્વર ઓવરબ્રિજ તોડી પાડવા આદેશ
મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને ખોખરા અને સીટીએમ ક્રોસ રોડને જોડવા માટે બનાવેલા 40 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ઓવરબ્રિજને તોડી પાડવાની ઘોષણા કરાઇ તેના પછીના દિવસે જ કન્સ્ટ્રક્સન કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. AMC એ તેના આઠ એન્જિનિયરો વિરુદ્ધ વિભાગીય પૂછપરછ પણ શરૂ કરી હતી, તેમાંથી ચારને સસ્પેન્ડ કરાયા અને ત્રણ નોકરીમાંથી રિટાયર થઇ ગયા છે અને જ્યારે ચોથો કોન્ટ્રાક્ટ પર છે. આ તમામ આઠ એન્જિનિયરો પર હાટકેશ્વર ઓવરબ્રિજ પ્રોજેક્ટની જવાબદારી હતી.
નિષ્ણાંતોની ટીમે ચુકાદો આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે તેણે ગુણવત્તા સાથે ગંભીર રીતે સમાધાન કર્યું છે અને કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ વચ્ચે “ષડયંત્ર” હોવાનું દેખાય છે.
હાટકેશ્વર ઓવરબ્રિજને તોડી ફરીથી નવા બ્રિજનું નિર્માણ કરાશે
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, “હાટકેશ્વર ઓવરબ્રિજમાં આઠ સ્પાન છે. મુખ્ય સ્પાન 42 મીટરનો અને અન્ય 33 મીટરનો છે. ભલામણો મુજબ આ બ્રિજ સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે અને પુનઃનિર્માણ કરવામાં આવશે. આ બંને કામગીરી એક સાથે કરવામાં આવશે અને બ્રિજના પુનઃનિર્માણનો ખર્ચ કંપનીઓ પાસેથી વસૂલવામાં આવશે. પુલના સળીયા અને પિલરોના બાંધકામની ગુણવત્તા અંગેનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે, ”થેન્નારસને જણાવ્યું હતું. સ્થાનિકો અને વિરોધ પક્ષોએ પુલની જર્જરિત હાલતને લઈને ઘણા વિરોધ પ્રદર્શન કર્યા હતા.
હાટકેશ્વર ઓવરબ્રિજની તવારીખ –
બ્રિજનું નામ – હાટકેશ્વર બ્રિજ
બાંધકામનો ખર્ચ – 39.87 કરોડ
બાંધકામનો સમયગાળો – એપ્રિલ 2015 થી નવેમ્બર 2017
કઇ કંપનીએ બનાવ્યો – અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ
પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી – એસજીએસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ
હાટકેશ્વર બ્રિજ 7 વર્ષમાં 5 વખત રિપેરિંગ કરાયો
હાટકેશ્વર બ્રિજનું બાંધકામ નવેમ્બર 207માં પૂર્ણ થયાના ચાર વર્ષમાં જ તે જર્જરીત થઇ ગયો હતો. આ બ્રિજનું 5 એપ્રિલ 2021, 8 મે 2021, 15 ફેબ્રુઆરી 2022, 13 જૂન 2022, 19 ઓગસ્ટ 2022માં રિપેરિંગ કરવામાં આવ્યું હતું.
ફરિયાદમાં કઇ-કઇ કલમ ઉમેરાઇ
AMCના ડેપ્યુટી સિટી એન્જિનિયર જિજ્ઞેશ પટેલની ફરિયાદના આધારે બંને કંપનીઓ વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406 (વિશ્વાસનો ફોજદારી ભંગ), 420 (છેતરપિંડી અને અપ્રમાણિકપણે મિલકતની ડિલિવરી) અને 120 B હેઠળ (ગુનાહિત કાવતરું) FIR નોંધવામાં આવી હતી. આ પોલીસ ફરિયાદમાં નવ આરોપીઓ – રમેશ પટેલ (AEIPLના ડિરેક્ટર અને ચેરમેન), રસિક પટેલ (AEIPLના ડિરેક્ટર), ચિરાગકુમાર પટેલ (AEIPLના ડિરેક્ટર), કલ્પેશકુમાર પટેલ (AEIPLના ડિરેક્ટર), AEIPL, અમિત ઠક્કર (SGS ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર), શંશિભૂષણ જોગાણી (SGS ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર), નિલમ પટેલ (SGS ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના પ્રોજેક્ટ એન્જિનિયર) અને SGS ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો ઉલ્લેખ છે.
માત્ર 7 વર્ષમાં જ હાટકેશ્વર બ્રિજ જર્જરીત થઇ ગયો
હાટકેશ્વર ઓવરબ્રિજ વર્ષ 2017માં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એપ્રિલ 2021 થી, બ્રિજમાં ડેક સેટલમેન્ટ અને એક બોક્સ સેટલમેન્ટની ચાર દૂર્ઘટના બની હતી, છેલ્લી ઘટના ઓગસ્ટ 2022 માં બની હતી, ત્યારબાદ બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો.
હાટકેશ્વર બ્રિજના બાંધકામનો ક્વોલિટી ટેસ્ટ કરાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાટકેશ્વર ઓવરબ્રિજના બાંધકામના ક્વોલિટી ટેસ્ટ માટે CIMAC લેબોરેટરી, SVNIT, સુરત, IIT-રુરકી સહિતની વિવિધ સ્વતંત્ર એજન્સીઓને પણ કામગીરી સોંપી હતી. ત્યારબાદ ત્રણ સભ્યોની નિષ્ણાત પેનલની નિમણૂક કરવામાં આવી હતી જેણે અભિપ્રાય આપ્યો હતો કે “આ બ્રિજના બાંધકામમાં વપરાયેલા કોંક્રિટની ગુણવત્તા અત્યંત નબળી છે.” IIT-રુરકીના ભૂતપૂર્વ પ્રોફેસર મહેશ ટંડન, સભ્યો, સુબોધ જૈન અને ઉમેશ રાજેશિર્કેની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની નિષ્ણાત સમિતિએ અવલોકન કર્યું હતું કે “બ્રિજને ખુલ્લો મૂકવાની પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ લોડ ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો” સમિતિએ ટાંક્યુ છે હતું કે “પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટિંગેAMC સાથે છેતરપીંડિ અને કરારનો ભંગ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે.”
AMCના જ 8 એન્જિનિયરો સામે તપાસ
આ કેસમાં જેમની વિરુદ્ધ તપાસ કરવામાં આવી છે તેવા આઠ ઈજનેરોમાં મદદનીશ ઈજનેર સતીષકુમાર પટેલનો સમાવેશ થાય છે, જે તે સમયે ટેકનિકલ સુપરવાઈઝર હતા. ઉપરાંત મદદનીશ ઈજનેર અતુલકુમાર પટેલ; આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર આશિષ પટેલ; ડેપ્યુટી સિટી ઇજનેર મનોજ સોલંકી જે તે સમયે મદદનીશ સિટી એન્જિનિયર હતા, આનિવૃત્ત સિટી એન્જિનિયર પીડી પટેલ; નિવૃત્ત એડિશનલ સિટી એન્જિનિયર પરેશ શાહ જે તે સમયે ડેપ્યુટી સિટી એન્જિનિયર હતા; નિવૃત્ત એડિશનલ સિટી એન્જિનિયર પરેશ એ શાહ જે તે સમયે ડેપ્યુટી સિટી એન્જિનિયર હતા; અને હિતેશ કોન્ટ્રાક્ટર કે જેઓ ઈન્ચાર્જ સિટી ઈજનેર અને વધારાના સિટી ઈજનેર તરીકે નિવૃત્ત થયા હતા પરંતુ હાલમાં કોન્ટ્રાક્ટ પર ઈન્ચાર્જ સિટી ઈજનેર તરીકે કામગીરી કરે છે.