કોંગ્રેસની ઉશ્કેરણીથી અસામાજિક તત્વો હિંસા કરતા હતા, 2002માં ભાજપે પાઠ ભણાવ્યો, પછી શાંતિ થઈ: અમિત શાહ

Amit Shah gujarat : અમિત શાહે ગુજરાતમાં પ્રચાર (gujarat election) દરમિયાન કોંગ્રેસ (Congress) પર પ્રહાર કર્યા, કહ્યું કોમી રમખાણો માટે કોંગ્રેસ જવાબદાર, વોટબેન્ક માટે ઉશ્કેરણી કરવાથી અને અસામાજિકતત્વોને છાવરવાથી રમખાણો થતા હતા.

Written by Kiran Mehta
Updated : November 26, 2022 07:21 IST
કોંગ્રેસની ઉશ્કેરણીથી અસામાજિક તત્વો હિંસા કરતા હતા, 2002માં ભાજપે પાઠ ભણાવ્યો, પછી શાંતિ થઈ: અમિત શાહ

Amit Shahનો કોંગ્રેસ પર હુમલો : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 2002 પહેલા કોંગ્રેસની ઉશ્કેરણી પર અસામાજિક તત્વો રાજ્યમાં હંગામો મચાવતા હતા. 2002માં જ્યારે અમે તેમને પાઠ ભણાવ્યો ત્યારે શાંતિ પુનઃસ્થાપિત થઈ. ઉલ્લેખનીય છે કે, ગોધરાકાંડ બાદ 2002માં માત્ર ગુજરાતમાં રમખાણો થયા હતા. શાહે કહ્યું કે, ત્યારથી શાંતિ પુનઃસ્થાપિત થઈ છે.

ચૂંટણી રેલીમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આગામી મહિને યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ખેડા જિલ્લાના મહુધા શહેરમાં રેલીને સંબોધિત કરી રહ્યા હતા. રેલીને સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, ‘ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન (1995 પહેલા) મોટા પાયે કોમી રમખાણો થયા હતા.

કોંગ્રેસે ગુજરાતના લોકોને વિભાજિત કર્યા હતા

અમિત શાહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ રાજ્યમાં રમખાણો કરીને વિવિધ સમુદાયો અને જાતિના લોકોને એકબીજા સામે લડવા માટે ઉશ્કેરતી હતી. અને આમાં તે હિંસા કરવા છતાં પોતાની વોટ બેંકના લોકોને ઉશ્કેરતી હતી. શાહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસે માત્ર પોતાની વોટબેંક મજબૂત કરી અને સમાજના એક મોટા વર્ગને અન્યાય કર્યો.

2002માં તેમને પાઠ ભણાવ્યા બાદ 2022 સુધી હિંસાથી દૂર રહ્યા : અમિત શાહ

અમિત શાહે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં 2002ના રમખાણો એટલા માટે થયા હતા કારણ કે કોંગ્રેસના લાંબા સમય સુધી સમર્થનને કારણે ગુનેગારોને હિંસા કરવાની આદત પડી ગઈ હતી. એટલે જ ગોધરાકાંડ બાદ ગુનેગારોએ આ પ્રતિક્રિયા આપી હતી. 2002માં તેમને પાઠ ભણાવ્યા પછી, આ તત્વોએ તે રસ્તો (હિંસાનો) છોડી દીધો. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, તેઓ 2002 થી 2022 સુધી સાંપ્રદાયિક હિંસાથી સતત દૂર રહ્યા હતા.

આ પણ વાંચો –

કલમ 370 નાબૂદ કરવાનો વિરોધ કરવા બદલ કોંગ્રેસ પર હુમલો

કેન્દ્રીય ગૃહમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા માટે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું, ગૃહમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાની વોટ બેંકના કારણે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના વિરોધમાં છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ