કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. તેમણે સોમવારે ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં અનેક જાહેર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર “ખાડા ખોદવાનો” આરોપ મૂક્યો હતો અને તેમણે કહ્યું હતું કે, NDA આ વર્ષે સામાન્ય ચૂંટણી જંગી સીટોથી જીતશે.
શાહે દાવો કર્યો હતો કે, 2024 ની લોકસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 400 સીટોને પાર કરશે તેમાં કોઈ શંકા નથી. “હું ગઈ કાલે કર્ણાટકમાં હતો. જાન્યુઆરીમાં હું દેશના 11 રાજ્યોમાં ગયો. દરેક રાજ્યમાં, લોકસભા ચૂંટણી પર કોઈ સસ્પેન્સ નથી, ભાજપ 370 સીટો જીતશે અને એનડીએ 400 સીટોને પાર કરશે.”
ત્રણ લોકસભા મતવિસ્તારોમાં રૂ. 891 કરોડની જાહેર યોજનાઓ અને રૂ. 1,059 કરોડના 26 અન્ય કામોના ઉદ્ઘાટનના ભૂમિપૂજન સમારોહને ચિહ્નિત કરતાં શાહે શનિવારે રૂ. 2,993 કરોડની વિવિધ આવાસ યોજનાઓ હેઠળ 1 લાખથી વધુ મકાનોનું ઉદ્ઘાટન કર્યું હતું, અને PM મોદીની પ્રશંસા કરી હતી.
અમિત શાહે કહ્યું, “જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે તેઓ 100 ફ્લેટ આપતા અને 10,000 ની ભીડ એકઠી કરતા. પીએમ નરેન્દ્ર મોદીએ 1 લાખ મકાનો આપ્યા અને આજે એ મકાનોમાં ગરીબો રહે છે. જે લક્ષ્યો વિશે બીજાઓએ વિચાર્યું પણ નહોતું કે કલ્પના પણ કરી ન હતી, તે છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈએ પૂરા કર્યા છે. આ 10 વર્ષોમાંથી પાંચ વર્ષ કોંગ્રેસે ખોદેલા ખાડા પૂરવામાં ખર્ચાયા, પાંચ વર્ષ તેને સમતળ કરવામાં ખર્ચ્યા અને જો તમે તેમને ત્રીજી વખત પીએમ બનાવશો તો તમને ઝડપી વિકાસ જોવા મળશે.
શાહે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે પીએમ મોદીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “લગભગ 500 વર્ષથી, આ દેશનો દરેક નાગરિક વિચારી રહ્યો હતો કે, અયોધ્યામાં રામ મંદિર ક્યારે બનશે.”
કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, હાઉસિંગ પ્રોજેક્ટ્સ
સોમવારે ઉદ્ઘાટન કરાયેલા પ્રોજેક્ટ્સમાં રિયલ એસ્ટેટ સમૂહ એ શ્રીધર ગ્રૂપ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જાહેર-ખાનગી ભાગીદારીમાં થલતેજ ખાતે આશરે 3700 ચોરસ મીટર વિસ્તારમાં નવનિર્મિત સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) નો સમાવેશ થાય છે. અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે બનેલ, CHC માં 30 ઇન્ડોર પથારી, બે વિશિષ્ટ રૂમ, ચિકિત્સકો, સર્જનો, બાળરોગ અને ઇએનટીની વિશિષ્ટ ઓપીડી સેવાઓ, આંખ અને ચામડીના રોગની સારવાર, બે મોટા ઓપરેશન થિયેટરો, બે નાના ઓપરેશન થિયેટરો, એક સેરેબ્રલ પાલ્સી યુનિટ, બે લેબર ટેબલ સહિતની સુવિધા છે.
સીએચસીમાં એક્સ-રે, સોનોગ્રાફી અને સીટી સ્કેન અને પાંચ પથારીનું ડાયાલિસિસ સેન્ટરની નિદાન સુવિધાઓ પણ ટૂંક સમયમાં શરૂ થશે. કર્ણાવતી યુનિવર્સિટી સાથે જાહેર-ખાનગી ભાગીદારીમાં ડેન્ટલ યુનિટ પણ ઉપલબ્ધ છે.
શાહે અમદાવાદના મેયર પ્રતિભા જૈનને પણ અપીલ કરી હતી કે, જે લોકો “એમઆરઆઈ અને આંખના મશીનો” દાન કરવા માંગે છે તેમના તરફથી તેમને રસ મળ્યો છે, એકવાર મશીનો ઉપલબ્ધ થઈ જાય, પછી જરૂરી સંખ્યામાં સ્ટાફ અને નિષ્ણાતો પ્રદાન કરવામાં આવશે. “જેથી પશ્ચિમના લોકોને (અમદાવાદ શહેરનો ભાગ) VS (હોસ્પિટલ) એક ચેરિટેબલ હોસ્પિટલ જે હાલમાં જર્જરિત સ્થિતિમાં પહોંચી ગઈ છે, ત્યાં જવાની જરૂર ન પડે, તેઓ તેમના ઘરની નજીક મફત સારવાર મેળવી શકે.”
શાહે રામાપીર નો ટેકરા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે ઘણા હાઉસિંગ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું, જેમાં ઇન-સિટુ સ્લમ રિડેવલપમેન્ટ (ISSR) પોલિસી 2013 હેઠળ 1,400 મકાનોના કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા 588 મકાનોની ફાળવણીનો સમાવેશ થાય છે.
ઉદ્ઘાટન સમારોહમાં શાહે કહ્યું કે, તેઓ 1983 માં સાયકલ પર ભાજપની સંગઠનાત્મક પ્રવૃત્તિઓના ભાગરૂપે આ ઝૂંપડપટ્ટીની મુલાકાત લેતા હતા અને આજે જે રીતે તેનો વિકાસ થયો છે તે મારા હૃદયને આનંદથી ભરી દે છે. શાહે કહ્યું, “એક બાળક ઝૂંપડપટ્ટીમાં ઉછરી રહ્યું છે અને એક બાળક સારા ઘરમાં ઉછરી રહ્યું છે, તે બાળકના વિકાસમાં જે બદલાવ આવે છે તે તેના માતા-પિતા જ સમજી શકે છે.”
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, IK પટેલે જણાવ્યું હતું કે, રામાપીર નો ટેકરા ઝૂંપડપટ્ટીના સમગ્ર પુનઃવિકાસને છ સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે, વધુમાં ઉમેર્યું હતું કે, સોમવારની ફાળવણી ઝૂંપડપટ્ટીના સેક્ટર 5 ના ફેઝ-1 ના હસ્તાંતરણને ચિહ્નિત કરે છે. “સેક્ટર 5 માટે આ ઉદ્ઘાટનનો પ્રથમ તબક્કો હતો. 37 કરોડના ખર્ચે બનેલા 588 મકાનો લગભગ પાંચથી છ મહિના પહેલા પૂર્ણ થયા હતા. બાકીના મકાનો (822) પર કામ ચાલુ છે અને બ્લોક 5 ના ફેઝ-2 ના ભાગરૂપે સોંપવામાં આવશે.”
પુનર્વિકાસિત સ્લમ હાઉસિંગ પ્રોજેક્ટમાં તેની જગ્યામાં આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. વધુમાં, ગુજરાત સરકારની 2016ની જાહેર આવાસ પુનઃવિકાસ યોજના હેઠળ, વિજય મિલ મ્યુનિસિપલ ક્વાર્ટરમાં 348 મકાનો અને ખોખરા જૂના સ્લમ ક્વાર્ટરમાં 448 મકાનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા ફાળવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – સુરેન્દ્રનગર દુર્ઘટના : બુબવાણા ગામે ટ્રેક્ટરની ટ્રોલીમાં કરંટ લાગતા ત્રણ મજૂરના મોત, પાંચ ગંભીર રીતે દાઝ્યા
પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અન્ય 7,886 EWS મકાનો શહેરભરમાં ફાળવવામાં આવ્યા હતા – નિકોલમાં પાંચ પ્રોજેક્ટમાં, નરોડામાં ચાર અને વેજલપુરમાં એક – કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા 18,000 અરજીઓમાંથી સંભવિત લાભાર્થીઓ પાસેથી પ્રાપ્ત થયેલ છે, જેઓ લાભ લેવા માટે યોજનાનો ભાગ છે.