અવિનાશ નાયર | Amit Shah Gujarat : તાજેતરના મહિનાઓમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ T20 બેટ્સમેનની જેમ બેટિંગ કરી છે, જેમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, ચંદ્રયાન-3 મિશન, G20 સમિટ અને મહિલા અનામત બિલ પસાર કરવા સહિત ચાર કામો પૂર્ણ કર્યા છે, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે અમદાવાદમાં જણાવ્યું હતું.
“છેલ્લા બે મહિનામાં નરેન્દ્રભાઈ (પીએમ મોદી)એ ટી-20 (ક્રિકેટ પ્લેયર) ની જેમ બેટિંગ કરી અને દેશની ધારણામાં સુધારો કર્યો. વડાપ્રધાન બન્યા ત્યારથી, નરેન્દ્રભાઈએ ઈસરોને નવજીવન આપ્યું છે અને વૈજ્ઞાનિકોને એવી રીતે પ્રેરણા આપી છે કે, ભારત અવકાશ ક્ષેત્રે શ્રેષ્ઠ બન્યું છે. મિત્રો, તમે બધાએ, મેં અને સમગ્ર દેશ અને દુનિયાએ ચંદ્ર પર ત્રિરંગો ઉડતો જોયો છે. તે આપણા બધા માટે એક મોટું સન્માન છે,” શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી માટે રૂ. 1,600 કરોડથી વધુના કામો માટે (21 પ્રોજેક્ટ્સ) કમિશનિંગ અને શિલાન્યાસ કર્યા પછી જણાવ્યું હતું.
શાહે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, “G20 નું આયોજન ઘણા દેશો દ્વારા કરવામાં આવ્યું છે (ભૂતકાળમાં). પરંતુ તમામ દેશોના વડાઓએ એક અવાજે કહ્યું કે, આગામી 25 વર્ષમાં તેઓને ભારતે G20 સમિટની યજમાની જે રીતે કરી, તે રીતનું અનુકરણ કરવું પડકારજનક લાગશે. કઠિન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ હોવા છતાં – જ્યાં રશિયા, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ પણ છે – આ રીતે G20 નું સુંદર અમલીકરણ હતું – યુક્રેન સંઘર્ષના પડછાયા હેઠળ યોજાયેલી સમિટ પછી સર્વસંમતિથી પસાર થયા પછી આપણા વડા પ્રધાને સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો.” આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા.
અમિત શાહે કહ્યું કે, “નરેન્દ્રભાઈએ નવી સંસદ, ચંદ્રયાન, G20 અને મહિલા અનામત બિલ માત્ર એક ક્વાર્ટરમાં પૂર્ણ કર્યું. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે, આવા એક કામને પૂર્ણ કરવામાં સામાન્ય રીતે 50 વર્ષ લાગે અને તેમણે ત્રણ મહિનામાં ચાર કામ પૂર્ણ કર્યા. આ દર્શાવે છે કે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપ સરકારે, NDA સરકારે ભારતને વિશ્વમાં તેનું યોગ્ય સ્થાન અપાવવાના શપથ લીધા છે.”
આ પણ વાંચો – Ambaji Bhadarvi Poonam | અંબાજી ભાદરવી પૂનમ 2023 : ગબ્બર નો ઈતિહાસ અને દંતકથા
કેન્દ્રીય મંત્રીએ એ પણ વર્ણવ્યું કે, કેવી રીતે પીએમ મોદીએ મહિલા અનામત બિલ પસાર કરવામાં યોગદાન આપ્યું. “આ બિલ છેલ્લા ઘણા વર્ષોથી પેન્ડિંગ હતુ. નરેન્દ્રભાઈએ નવી સંસદનું નિર્માણ કર્યું અને ગણેશ ચતુર્થીના દિવસે તેનું ઉદ્ઘાટન કર્યું. આ નવી સંસદમાં પસાર થનાર આ પ્રથમ બિલ મહિલા અનામત બિલ હતું.