scorecardresearch

અમિત શાહ જામનગર આવી પહોંચ્યા, ગુજરાતના 800 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે

Amit shah visit Gujara : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આજે જામનગર એરફોર્સ ખાતે આવી પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ જામનગર, ગાંધીનગર અને અમદાવાદમાં 800 કરોડનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે.

amit shah
અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે જામનગર આવી પહોંચ્યા.

દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે બે દિવસના પ્રવાસે ગુજરાતે આવી પહોંચ્યા છે. અમિત શાહ આજે વહેલી સવારે જામનગર એરફોર્સ ખાતે આવી પહોંચ્યા હતા. આ બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

જામનગર એરફોર્સ પર અમિત શાહ પહોંચ્યા ત્યારે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ રાજકોટ રેન્જના આઈ. જી. શ્રી અશોક યાદવ, અધિક નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું તેમજ એર કમાન્ડર આનંદ સોઢી સહભાગી હાજર રહ્યા હતા.

દ્વારકાધીશના દર્શન સાથે પ્રવાસની શરૂઆત કરશે

ગૃહ મંત્રી અમિતશાહ જામનગર પહોંચી ગયા છે. તોઓ 11.30 વાગેની આસપાસ દ્વારકાધીશ મંદિરમાં દર્શન સાથે ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. ત્યારબાદ દ્વારકામાં નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલિસિંગ કચેરીનું ખાતમુર્હૂત કરશે. ત્યારબાદ તેઓ જામનગરથી અમદાવાદ માટે રવાના થશે.

અમદાવાદમાં ક્યાં-ક્યાં પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

અમિત શાહ શનિવારે બપોર બાદ અમદાવાદ આવશે, અહીંય તો વિવિધ જાહેર વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. જેમો પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં બોરીજ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને રમકડાંનું વિતરણ કરશે. સાંજે 6 વાગેની આસપાસ ગાંધીનગર મહાનગરપાલિસાએ સિવિલ હોસ્પટિલમાં ઓડિરોયમમાં તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે.

amit shah
અમિત શાહ

રવિવારે અમદાવાદના છારોડી તવાણનું લોકાર્પણ કરશે

બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ રવિવારે અમદાવાદમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. જેમાં છારોડી ખાતે બનેલા તળાળ, ચાંદખેડામાં GSRTCvની નવી 320 બસો, નારણપુરામાં નવા જીમ્નેશિયમ અને લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે. ઉપરાંત અમદાવાદમાં 2500 શહેરી મકાનોના ડ્રો કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

Web Title: Amit shah visit gujarat jamnagar ahmedabad 800 crores projects

Best of Express