અમરેલીમાં કોલકાતામાં ડોક્ટર બળાત્કાર અને હત્યાના વિરોધમાં રેલી: ડોકટર્સ યુનિયનના પ્રમુખે જાહેરમાં રિવોલ્વર કાઢતા ગુનો નોંધાયો

Amreli doctors Rally FIR : અમરેલીમાં ડોક્ટર્સ દ્વારા કોલકાતામાં જુનિયર ડક્ટર્સ પર થયેલા રેપ અને મર્ડર ના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી, આ સમયે ડોક્ટર્સ એસોશિયએશનના પ્રમુખે કથિત રીતે બંદૂક કાઢી હોવાના આરોપ સર ફરિયાદ નોંધવામાં આવી છે.

Amreli doctors Rally FIR : અમરેલીમાં ડોક્ટર્સ દ્વારા કોલકાતામાં જુનિયર ડક્ટર્સ પર થયેલા રેપ અને મર્ડર ના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી, આ સમયે ડોક્ટર્સ એસોશિયએશનના પ્રમુખે કથિત રીતે બંદૂક કાઢી હોવાના આરોપ સર ફરિયાદ નોંધવામાં આવી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Amreli doctors Rally FIR

અમરેલીમાં ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ

કોલકાતામાં એક જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં અમરેલીમાં રેલી નીકળી હતી, આ દરમિયાન કથિત રીતે રિવોલ્વર કાઢવામાં આવી હતી, આ વીડિયો સામે આવ્યાના કલાકો પછી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના અમરેલી યુનિટના પ્રમુખ ડૉ. જી. જે. ગજેરા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. અમરેલી શહેર પોલીસે શુક્રવારે પોલીસ ઈન્સ્પેક્ટર (PI) અજય પરમારે નોંધાવેલી ફરિયાદના આધારે ડૉ. ગજેરા વિરુદ્ધ FIR નોંધી હતી.

Advertisment

અમરેલીના રાજકમલ ચોક ખાતે જુનિયર રેસિડેન્ટ ડોકટરો અને IMA સભ્યો દ્વારા આયોજિત પ્રદર્શનને સંબોધિત કરતી વખતે 70 વર્ષીય ડોકટરે કથિત રીતે રિવોલ્વર કાઢી હતી.

વરિષ્ઠ ડૉક્ટર પર ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 353(1)(b) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. સાથે કલમ 270 (જાહેર ઉપદ્રવ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની સામે આર્મ્સ એક્ટની કલમ 30 (લાયસન્સ અથવા નિયમનું ઉલ્લંઘન) હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. ઈન્સ્પેક્ટર પરમારે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, પોલીસ આરોપીને શોધી રહી છે.

આંદોલનકારીઓએ અમરેલીની મેડિકલ કોલેજથી શહેરના મુખ્ય ચોક એવા રાજકમલ ચોક સુધી કેન્ડલ માર્ચ કાઢી હતી. મોડી રાત્રે, સોશિયલ મીડિયા પર વિડીયો ફરતો થયો હતો, જેમાં ડો. ગજેરા સભાને સંબોધિત કરતી વખતે રિવોલ્વર લહેરાવતા જોવા મળ્યા હતા. આવા જ એક વીડિયોના આધારે પરમારે ફરિયાદ કરી અને બાદમાં કેસ નોંધવામાં આવ્યો.

Advertisment

પરમારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "અમે અત્યાર સુધી જે વીડિયોનું વિશ્લેષણ કર્યું છે, તેના પરથી સ્પષ્ટપણે કહી શકાય નહીં કે, કેન્ડલ માર્ચને સંબોધિત કરતી વખતે ડૉ. ગજેરા શું કહી રહ્યા હતા. પરંતુ એવું લાગે છે કે, તેઓ ડૉક્ટરોને કહી રહ્યા હતા અને તેમને હિંમત રાખવાનું કહેવામાં આવ્યું હતું અને તેમણે રિવોલ્વર લહેરાવી હોય તેવું દેખાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ડૉ. ગજેરા અમરેલીના સિનિયર ડૉક્ટર છે અને તેઓ લગભગ 300 લોકોની ભીડને સંબોધિત કરી રહ્યા હતા." અમરેલીમાં દવાખાનું ચલાવતા ડોકટરે લગભગ બે દાયકાથી જીલ્લાની સરકારી હોસ્પિટલમાં તબીબ તરીકે પણ કામ કર્યું છે.

અમરેલીના એક ડોકટરે જણાવ્યું હતું કે, "તેઓ ઘણા વર્ષોના અનુભવ સાથે એમડી (ફિઝિશિયન) છે. જો કે, તેઓ તેમના જાહેર વર્તનમાં એકદમ આક્રમક દેખાય છે. ભૂતકાળમાં તેઓ વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રહી ચૂક્યા છે. પ્રવીણ તોગડિયા દ્વારા રચાયેલી આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ સાથે સંકળાયેલા છે.

ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ ગુજરાત