Amreli Grandmother Bites Beats Grandson Murder : ગુજરાતના અમરેલીમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક દાદીએ તેના પૌત્રને એવી રીતે ડુચા ભર્યા કે તેનું મૃત્યુ થયું. એક 50 વર્ષીય મહિલાએ તેના 14 મહિનાના પૌત્રને ડુચા ભર્યા અને માર માર્યો, પરિણામે તેનું મૃત્યુ થયું, પોલીસે જણાવ્યું. જ્યારે મહિલા રડતા બાળકને શાંત કરવામાં નિષ્ફળ રહી તો, તેણે આ ભયાનક કૃત્ય કર્યું.
અમરેલી જિલ્લાના રાજસ્થળી ગામમાં રહેતી દાદી પર બુધવારે હત્યાનો ગુનો નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. અમરેલીના પોલીસ અધિક્ષક (એસપી) હિમકર સિંહે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ ઘટના મંગળવારે સાંજે 4.30 થી 5 વાગ્યાની વચ્ચે બની હતી, જ્યારે છોકરો તેની દાદી કુલસન સૈયદના રૂમમાં તેની બહેન સાથે રમતી વખતે જોર જોરથી રડવા લાગ્યો હતો.
એસપીએ કહ્યું, “દાદીએ બાળકને શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ, કોઈ ફાયદો થયો નહીં. તેથી, ગુસ્સામાં, દાદીએ બાળકના ગાલ, કપાળ, હાથ અને પગ પર ડુચા ભર્યા અને તેના ચહેરા અને પગ પર માર પણ પણ માર્યો, પરિણામે બાળકનું મૃત્યુ થયું.
દાદી એ પૌત્રની ડુચા ભરી હત્યા કરી
બાળકના દાદા હુસૈન સૈયદે પ્રાથમિક રીતે આપેલી માહિતીના આધારે બુધવારે સવારે 1.15 કલાકે અમરેલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે, અમરેલી ગ્રામ્ય પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) લાભુભાઈ સોઢાતરને તપાસ દરમિયાન સમગ્ર બાબતની જાણ થઈ હતી. જે બાદ પીએસઆઈએ 14 મહિનાના બાળકની હત્યાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હતી.
પીએસઆઈએ જણાવ્યું હતું કે, બાળકના શરીર પર ડુચા ભર્યા હોવાના નિશાન અને અન્ય ઈજાઓ પણ હતી, તેથી તેને ડોક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન પીડિત પરિવારે પોલીસને જણાવ્યું કે, દાદી કુલસને તેમના પૌત્રને ડુચા ભર્યા હતો અને માર માર્યો હતો.
આ પણ વાંચો – અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024 : અંબાજી મંદિરની જાણી-અજાણી વાતો, યંત્રમાં એકાવન અક્ષર, આંખે પાટા બાંધી થાય છે પૂજા
અમરેલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.જે. બારોટે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે કુલસન સૈયદ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે અને બુધવારે સાંજે 6 વાગ્યે તેની ધરપકડ કરી છે. અમે તેને કોર્ટમાં રજૂ કરીશું.