Lion Attack On Maldhari In Amreli: અમરેલીમાં સિંહે માલધારી પર હુમલો કર્યાની ઘટના બની છે. જો કે સદનસીબે માલધારીનો જીવ બચી ગયો છે. આ બનાવની જાણ થતા વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને સ્કેનિંગ કરી તપાસ હાથ ધરી છે.
માલધારી પર સિંહ ને હુમલો
અમરેલીના રામપરા-2 ગામમાં સાંજના સમયે સિંહ આવી ચઢ્યો હતો. સિંહ મારણની શોધમાં માલધારી શીવાભાઇ વાઘના વાડા નજીક આવી પહોંચ્યો હતો જ્યાં ભેંસો બાંધેલી હતી. માલધારીએ સિંહને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન સિંહે હુમલો કરતા 45 વર્ષીય માલધારી શીવાભાઇ વાઘને બંને હાથ પર ઇજા થઇ હતી. સિંહે હુમલો કર્યાની જાણ થતા અન્ય લોકો પર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આખરે સિંહ જંગલ તરફ જતો રહેતા જાન હાનિ ટળી હતી.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત માલધારી શીવાભાઇ વાઘને સારવાર અર્થે રાજુલા સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરો તેમની સારવાર કરી હતી.
સિંહે માલધારી પર હુમલો કર્યાના જાણ થતા જ રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફીસર યોગરાજસિંહ રાઠોડ સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ વનવિભાગ દ્વારા ઘટના સ્થળે સ્કેનિંગ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.





