Amreli Gir Lion Killed Cow Viral Video: અમરેલીના રાજુલામાં ડાલામથ્થા સિંહે એક વાછરડાનું મારણ કર્યુ છે. સિંહ દ્વારા વાછરડાના મારણનો વીડિયો વાયરલ થયો છે. સમગ્ર ઘટનાની વાત કરીયે તો અમરેલીના રાજુલાના કોવાયા સ્થિત અલ્ટ્રાટેક કંપનીના ગેટની બહાર ડાલામથ્થા સિંહે વાછરડાનો શિકાર કર્યો હતો.
વાછરડાનું મારણ કરતા સિંહનો વીડિયો વાયરલ
અમરેલીના રાજુલાના કોવાયા સ્થિત અલ્ટ્રાટેક કંપનીના ગેટની બહાર ડાલામથ્થા સિંહ વાછરડાનું મારણ કરી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે રસ્તા પર એક સિંહ ગાયના નાના વાછરડાને ગળેથી પકડીને નીચે પાડી દેને શિકાર કરી છે. ત્યારબાદ સિંહ મારણને ઢસડીને જંગલ બાજુ લઇ જાય છે. આ દરમિયાનનો ઘટના સ્થળથી થોડેક દૂર ફોર વ્હીકલમાં બેઠેલા વ્યક્તિએ સિંહ દ્વારા વાછરડાના મારણનો સંપૂર્ણ વીડિયો ઉતાર્યો છે. હવે આ વીડિયો શુટ કરનાર કોણ છે તેની શોધખોળ ચાલી રહી છે.
નોંધનિય છે કે, ગીર જંગલ અને અમરેલીના આસપાસના જંગલ વિસ્તારમાં સિંહના મારણ કરતા કે સિંહની પજવણી કરતા વીડિયો વાયરલ થયા છે. આ વીડિયોમાં અસામાજીક તત્વો સિંહની પજવણી કે હેરાનગતિ કે સિંહની પાછળ વાહન દોડાવી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળે છે, જે તદ્દન ખરાબ બાબત છે. આવા શખ્સોને સિંહની પજવણી ન કરવા અને આવા વીડિયો ન ઉતારવા વન વિભાગ દ્વારા કડક સૂચના સાથે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે.





