Amreli Lok Sabha Eelection Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સામે આવી ગયા છે. ગુજરાતની અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ભરત સુતરિયાએ કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર સામે 3,21,068 મતોથી વિજય મેળવ્યો હતો. અમરેલી બેઠક પર ભાજપે સતત ચોથી વખત જીત મેળવી છે. ભરત સુતરિયાને 5,80,872 મતો મળ્યા હતા. જ્યારે જેનીબેન ઠુમ્મરને 2,59,804 મતો મળ્યા હતા.
અમરેલી લોકસભા સીટ પર 50.29 ટકા મતદાન
અમરેલી લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. અમરેલીમાં કુલ 50.29 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો અમરેલીમાં 49.05 ટકા, ધારીમાં 46.09 ટકા, ગારીયાધરમાં 47.44 ટકા, લાઠીમાં 50.45 ટકા, મહુઆમાં 58.06 ટકા, રાજુલામાં 52.43 ટકા અને સાવરકુંડલામાં 47.00 ટકા મતદાન નોંધાયું હતું.
2019માં શું હતું પરિણામ
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાનો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે 2,01,431 મતોથી વિજય થયો હતો. નારણ કાછડીયાને 58.19 ટકા અને પરેશ ધાનાણીને 36.03 ટકા વોટ મળ્યા હતા.
આ પણ વાંચો – આ પણ વાંચો – દાહોદ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : જસવંતસિંહ ભાભોરની હેટ્રિક, 3 લાખથી વધુ મતોથી જીત મેળવી
લોકસભા ચૂંટણી અમરેલી બેઠક પર ચૂંટાયેલા સાંસદ
- 1957 – જયાબેન શાહ (કોંગ્રેસ)
- 1962 – જયાબેન શાહ (કોંગ્રેસ)
- 1967 – જયાબેન શાહ (કોંગ્રેસ)
- 1971 – જીવરાજ મહેતા (કોંગ્રેસ)
- 1977 – દ્વારકાદાસ પટેલ (કોંગ્રેસ)
- 1980 – નવીનચંદ્ર રાવાની (કોંગ્રેસ)
- 1984 – નવીનચંદ્ર રાવાની (કોંગ્રેસ)
- 1989 – મનુભાઈ કોટડીયા (જનતાદળ)
- 1991 – દિલીપ સંઘાણી (ભાજપ)
- 1996 – દિલીપ સંઘાણી (ભાજપ)
- 1998 – દિલીપ સંઘાણી (ભાજપ)
- 1999 – દિલીપ સંઘાણી (ભાજપ)
- 2004 – વીરજીભાઈ ઠુમ્મર(કોંગ્રેસ)
- 2009 – નારણ કાછડીયા (ભાજપ)
- 2014 – નારણ કાછડીયા (ભાજપ)
- 2019 – નારણ કાછડીયા (ભાજપ)
- 2024 – ભરત સુતરિયા (ભાજપ)
અમરેલી લોકસભા બેઠક 08 ઉમેદવાર
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 રાવજીભાઈ ચૌહાણ બસપા 2 જેની ઠુમ્મર કોંગ્રેસ 3 ભરતભાઈ સુતરિયા ભાજપા 4 વિક્રમભાઈ સંખત ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી 5 પ્રિતેશ ચૌહાણ અપક્ષ 6 પૂંજાભાઈ ડાફડા અપક્ષ 7 બાવકુભાઈ વાળા અપક્ષ 8 ભાવેશભાઈ રંક અપક્ષ