/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Amreli-APMC-Market-Yard-Inciden-Video-Viral-.jpg)
Amreli Market Yard Incident Video Riral: અમરેલી એપીએમસી ગોડાઉનમાં મજૂરો પર ઘઉંની બોરીઓ પડવાનો વીડિયો વાયરલ થયો છે. (Photo: Social Media)
Amreli Market Yard Incident Video Viral: અમરેલી એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ગોડાઉનમાં મજૂરો પર ઘઉંની બોરી પડતા મોત થયાની ગંભીર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ ઘટનામાં 5 મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. જેમા સારવાર દરમિયાન 1 મજૂરનું મોત થયું છે.
મજૂરો ઘઉંની બોરી નીચે દટાયા
અમરેલી એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની બોરી પડવાની ઘટના 7 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ બની હતી. હાલ ગંભીર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, અમરેલી એપીએમસીમાં એક ગોડાઉનમાં 5 - 6 મજૂરો કામગીરી કરી રહ્યા છે. આ દરમિયાન મજૂરો પર પાછળથી અચાનક ઘઉંની બોરીઓ પત્તાની જેમ પડી ગઇ.
અમરેલી એપીએમસીના ગોડાઉનમાં મજૂરો પર ઘઉંની બોરીઓ પડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ દુર્ઘટનામાં 5 મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં 1 મજૂરનું કરુણ મોત થયું છે. pic.twitter.com/ldcmREwktY
— IEGujarati (@IeGujarati) September 9, 2024
ઘઉંની બોરી પડવાથી થયું હતું 1 મજૂરનું મોત
ગોડાઉનમાં અચાનક પાછળથી બોરીઓ માથ પર પડતા મજૂરોને ભાગવાની તક મળી નહીં. બધા મજૂરો ઘઉંની નીચે દબાય ગયા. આ ઘટનામાં સદનસીબે એક મજૂરો ઘઉંની બોરઓ હટાવી બચવામાં સફળ રહ્યો હતો. પણ કસનસીબે આ ઘટનામાં એક ઇજાગ્રસ્ત મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us