scorecardresearch

“મમ્મી I LOVE YOU, પપ્પા । LOVE YOU, પપ્પા મને માફ કરજો” : અમરેલીમાં સાંસદની મંડળીમાં નોકરી કરતા યુવકે કરી આત્મહત્યા

boy suicide in Amreli : અમરેલીના સાંસદની શરાફી મંડળીમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા યુવકે આજે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી છે.

amreli news, amreli crime news, crime news
મૃતક યુવક અને સુસાઇડ નોટ

યશ વાળા, અમરેલીઃ અમરેલી સાંસદની મંડળીમાં નોકરી કરતા યુવકે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા યુવકે પરિવાર જોગ સુસાઇડ નોટ લખી હતી. સુસાઈડ નોટમાં લખ્યું- બહેન તારા લગ્નમાં મારી હાજરી હશે, પણ શરીર નહીં હોય. સુસાઇડ નોટ ભલભલાને હચમાચી દે એવી છે.

અમરેલીના સાંસદની શરાફી મંડળીમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા યુવકે આજે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી છે. મૃતક યુવાનના પાકિટમાંથી બે સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મૃતક યુવાને પોતાના માતા-પિતાની માફી માગી છે. પોલીસે મૃતકનો મોબાઇલ ફોન કબજે કરી તપાસ હાથ ધરી છે. જેની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે જિંદગી ટૂંકાવી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે..

અમરેલીના સાંસદ નારણ કાછડિયાની સમૃદ્ધ નાગરિક શરાફી મંડળીમાં નોકરી કરતો આશિષ બગડા નામનો યુવક આજે સવારે નોકરી પર આવ્યો હતો. બાજુની ઓફિસમાંથી તેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા આશિષનો કોન બંધ આવતા અન્ય કર્મચારીઓ શરાફી મંડળીની ઓફિસમાં તપાસ માટે ગયા હતા. ત્યારે આશિષની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી..

યુવકે લખેલી સ્યુસાઇડ નોટ

યુવકે આપઘાત કરતાં પહેલા લખેલી સુસાઇડ નોટમાં યુવકે લખ્યું છે કે, મમ્મી I LOVE YOU, પપ્પા । LOVE YOU, પપ્પા મને માફ કરજો અને બહેન પપ્પાનું ધ્યાન રાખજે કોઈ પણ તકલીફ પડવા દેતી નહીં અને દીકરો બનીને સાચવજે. કાકા-માસી આયુષ, મિત, અનુજ, પ્રીતિ હમેશા તમારી સાથે જ છું.

મમ્મી I LOVE YOU અને કદાચ જન્મ મળેને તો મા આવી જ મળજો.. પપ્પા I MISS YOU મને માફ કરી દેજો તમારા ઉપર આટલું દુઃખ હોવા છતાં આ દુઃખ આપ્યું અને હંમેશા તમારી યાદ આવશે. બહેન તારો ભાઇ તારી સાથે છે અને તારા લગ્નમાં મારી હાજરી હશે, પણ શરીર નહી હોય.

Web Title: Amreli suicide note crime news sharafi mandali boy

Best of Express