scorecardresearch

Amul MD RS Sodhi: અમૂલના MD આર એસ સોઢીએ રાજીનામું આપ્યું, જાણો કોને સોંપવામાં આવ્યો ચાર્જ

Amul MD RS Sodhi resigns: ગુજરાતના સહકારી ક્ષેત્રે મોટો ફેરફાર જોવા મળ્યો, આર.એસ.સોઢી છેલ્લા 12 વર્ષથી એમડી હતા, જેમાં છેલ્લા બે વર્ષથી એક્સટેન્શન પર હતા

અમૂલના MD આર એસ સોઢીએ રાજીનામું આપ્યું
અમૂલના MD આર એસ સોઢીએ રાજીનામું આપ્યું

Amul MD RS Sodhi resigns: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએમએમએફના આર એસ સોઢીએ અમૂલના MD પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને GCMMFના COO જયેન મહેતાને મેનેજિંગ ડાયરેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આર.એસ.સોઢી છેલ્લા 12 વર્ષથી એમડી હતા, જેમાં છેલ્લા બે વર્ષથી એક્સટેન્શન પર હતા.

ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ લોકપ્રિય બ્રાન્ડ ‘અમૂલ’ના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. ગુજરાતના 36 લાખ ખેડૂતોની માલિકીની સૌથી મોટી સહકારી સંસ્થા છે.

સ્વૈચ્છિક રાજીનામું કે હકાલપટ્ટી, થઇ રહી છે અલગ-અલગ ચર્ચાઓ

આર.એસ. સોઢીએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે કે તેઓની હકાલપટ્ટી કરવામાં આવી છે તેને લઈને અલગ-અલગ ચર્ચાઓ થઇ રહી છે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વાઈસ ચેરમેને એક પત્ર લખી આર.એસ. સોઢીને આ અંગે જાણ કરી હતી. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે 9 જાન્યુઆરી 2023ના રોજ અમૂલફેડ ડેરી ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મીટિંગના ઠરાવ નંબર 2 મુજબ આપની ફેડરેશનની મેનેજિંગ ડિરેક્ટર તરીકેને સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાનું ઠરાવેલ છે. જેથી આપે તાત્કાલિક અસરથી એમડી તરીકેનો ચાર્જ છોડી દેવો અને ફેડરેશનના સીઓઓ જયેન મહેતાને તાત્કાલિક સુપ્રત કરવા હુકમ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો – વિશ્વના નં-3 અબજોપતિ ગૌત્તમ અદાણીને કઇ વાતનો અફસોસ છે? દિલ ખોલીને કહીં આ વાત

ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વાઈસ ચેરમેને એક પત્ર લખી આર.એસ. સોઢીને આ અંગે જાણ કરી હતી (તસવીર – સોશિયલ મીડિયા)

કોણ છે જયેન મહેતા

આર એસ સોઢીના સ્થાને જયેન મહેતાને મેનેજિંગ ડાયરેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જયેન મહેતાને ફેબ્રુઆરી-2022માં GCMMF ના સીઓઓ પ્રમોટ કરાયા હતા. લગભગ એક વર્ષ બાદ તેમને એમડીનો ચાર્જ સોંપાયો છે. જયેન મહેતા 31 વર્ષથી અમૂલ સાથે સંકળાયેલા છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીથી ગોલ્ડ મેડાલિસ્ટ છે. વર્ષ 2022માં સિનિયર જનરલ મેનેજર જયેન મહેતાને ‘માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ એવોર્ડ’ એનાયત થયો હતો.

Web Title: Amul md rs sodhi resigns jayen mehta replaces him

Best of Express