Amul Milk Price Cut News: સામાન્ય રીતે દૂધના ભાવમાં વધારો થવાના સમાચાર લાંબા સમયથી આવી રહ્યા છે. પરંતુ હવે દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલે મોંઘવારીથી રાહત આપતા દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલે ગુજરાતમાં દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. હાલ અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને ટી સ્પેશિયલ દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. દૂધ સસ્તુ હોવાના સમાચાર ગ્રાહકોને જરૂરથી રાહત આપશે.
એવી આશા રાખવામાં આવી રહી છે કે અમૂલનું દૂધ સસ્તું થવાથી અન્ય ડેરી કંપનીઓને પણ અસર થશે અને તેમણે દૂધના ભાવમાં પણ ઘટાડો કરવો પડશે. અમૂલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલના 1 લિટર પાઉચની કિંમતમાં 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
અમૂલ દૂધના નવા ભાવ
જાણકારી અનુસાર અમૂલ ડેરીએ દૂધની ત્રણ પ્રોડક્ટ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં લિટર દીઠ 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડનું એક પેકેટ હવે 66 રૂપિયાના બદલે 65 રૂપિયામાં મળશે. અમૂલ તાજા દૂધ હવે 54 રૂપિયાના બદલે 53 રૂપિયામાં ખરીદી શકાશે. અમૂલ ટી સ્પેશિયલ દૂધનું એક લિટર પાઉચ હવે 62 રૂપિયાના બદલે 61 રૂપિયામાં વેચાશે.
આ પણ વાંચો – પ્રયાગરાજ માટે અમદાવાદથી દરરોજ AC વોલ્વો બસ ઉપડશે, જાણો ઓનલાઈન બુંકિંગ ક્યાંથી કરશો
દૂધ પ્રોડક્ટ જૂનો ભાવ નવો ભાવ અમૂલ ગોલ્ડ (1 લીટર) 66 રૂપિયા 65 રૂપિયા અમૂલ તાજા (1 લીટર) 54 રૂપિયા 53 રૂપિયા અમૂલ ટી સ્પેશ્યલ (1 લીટર) 62 રૂપિયા 61 રૂપિયા
જૂન 2024 માં દૂધ મોંઘું થયું
ગત વર્ષે જૂનમાં અમૂલે દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો. 3 જૂનથી દેશભરમાં દૂધના ભાવમાં વધારો થયો હતો.