Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Accident-on-Ahmedabad-Vadodara-Express-Highway.jpg)
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે અકસ્માત (ફાઈલ ફોટો)
Accident news, આણંદ અકસ્માત : આજે સોમવારે વહેલી સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આણંદ નજીક ટ્રક અને બસ વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. જેના પગલે છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે ટ્રકનું ટાયર ફાટતા સાઈડમાં ઊભેલી બસને ટક્કર મારી હતી. જેના પગલે બસ ડિવાઈડર પર બેસેલા લોકો ઉપર ફરી વળી હતી. આમ ઘટના સ્થળે 6 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
Advertisment
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108ની ટીમો દોડતી થઈ હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસની ટીમે આગળની કાર્યવાહી હાથધરી છે. સ્થાનિક પોલીસ મૃતકોની ઓળખ સહિતની કામગીરી કરી રહી છે.
આ ઘટના અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે… સમાચાર અપડેટ થઈ રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us