Anand Lok Sabha Eelection Result 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે પરિણામો સામે આવી ગયા છે. ગુજરાતની આણંદ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના મિતેશ પટેલનો કોંગ્રેસના અમિત ચાવડા સામે 89,939 મતોથી વિજય મેળવ્યો છે. મિતેશ પટેલને 6,12,484 મત મળ્યા છે. જ્યારે અમિત ચાવડાને 5,22,545 મત મળ્યા છે. આણંદ બેઠક પર કાંટાની ટક્કર રહેશે તેવો અંદાજ લગાવવામાં આવતો હતો પણ ભાજપે એકતરફી વિજય મેળવ્યો હતો.
આણંદ લોકસભા સીટ પર 65.04 ટકા મતદાન
આણંદ લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. આણંદમાં કુલ 65.04 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો આણંદમાં 60.51 ટકા, આંકલાવમાં 70.72 ટકા, બોરસદમાં 64.42 ટકા, ખંભાતમાં 66.28 ટકા, પેટલાદમાં 67.16 ટકા, સોજીત્રામાં 65.14 ટકા અને ઉમરેઠમાં 63.14 ટકા મતદાન નોંધાયું હતું.
2019માં શું હતું પરિણામ
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનો કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી સામે 1,97,718 મતોથી વિજય થયો હતો. મિતેશ પટેલને 57.10 ટકા અને ભરતસિંહ સોલંકીને 39.27 ટકા વોટ મળ્યા હતા.
આ પણ વાંચો – જામનગર લોકસભા ચૂંટણી પરિણામ 2024 : પૂનમ માડમની હેટ્રિક , 2 લાખથી વધુ મતોથી વિજય
લોકસભા ચૂંટણી આણંદ બેઠક પર ચૂંટાયેલા સાંસદ
- 1957 – મણિબેન પટેલ (કોંગ્રેસ)
- 1962 – નરેન્દ્રસિંહ મહીડા (અપક્ષ)
- 1967 – નરેન્દ્રસિંહ મહીડા (કોંગ્રેસ)
- 1971 – પ્રવિણસિંહ સોલંકી(કોંગ્રેસ)
- 1977 – અજીતસિંહ ડાભી(કોંગ્રેસ)
- 1980 – ઇશ્વરભાઈ ચાવડા (કોંગ્રેસ)
- 1984 – ઇશ્વરભાઈ ચાવડા (કોંગ્રેસ)
- 1989 – નટુભાઈ પટેલ(ભાજપ)
- 1991 – ઇશ્વરભાઈ ચાવડા (કોંગ્રેસ)
- 1996 – ઇશ્વરભાઈ ચાવડા (કોંગ્રેસ)
- 1998 – ઇશ્વરભાઈ ચાવડા (કોંગ્રેસ)
- 1999 – દિપકભાઈ પટેલ (ભાજપ)
- 2004 – ભરતસિંહ સોલંકી (કોંગ્રેસ)
- 2009 – ભરતસિંહ સોલંકી (કોંગ્રેસ)
- 2014 – દિલીપભાઈ પટેલ (ભાજપ)
- 2019 – મિતેશ પટેલ (ભાજપ)
- 2024 – મિતેશ પટેલ (ભાજપ)
આણંદ લોકસભા બેઠક 07 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 અમિત ચાવડા કોંગ્રેસ 2 મિતેશ પટેલ ભાજપ 3 સુરેન્દ્રભાઈ પટેલ બસપા 4 ધિરજકુમાર ક્ષત્રિય ગરીબ કલ્યાણ પાર્ટી 5 સુનિલકુમાર ભટ્ટ રાઈટ ટુ રિકોલ પાર્ટી 6 કેયુરભાઈ પટેલ અપક્ષ 7 આશિષકુમાર ભોઈ અપક્ષ