અનંત રાધિકા પ્રી વેડિંગ : મહેમાનો માટે લક્ઝુરિયસ ટેન્ટ સિટી ઉભી કરાઇ, જૂઓ વીડિયો

Anant Ambani Radhika Merchant Wedding : અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં આવનાર મહેમાનોના રોકાવવા માટે વનતારામાં ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી છે. સાયના નેહવાલે આ ટેન્ટ સિટીનો વીડિયો પોસ્ટ કર્યો છે.

Written by Ajay Saroya
March 01, 2024 17:59 IST
અનંત રાધિકા પ્રી વેડિંગ : મહેમાનો માટે લક્ઝુરિયસ ટેન્ટ સિટી ઉભી કરાઇ, જૂઓ વીડિયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં મહેમાન માટે ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી છે. (Photo - radhikamerchant_ /nehwalsaina)

Anant Ambani Radhika Merchant Wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં આજથી શરૂ થઇ ગયું છે અને ત્રણ દિવસ સુધી ચાલશે. આ ફંક્શનમાં દેશ – વિદેશમાંથી જાણીતા ઉદ્યોગપતિ, નેતાઓ, ખેલાડીઓ અને બોલીવુડ – હોલીવુડ સ્ટાર્સ સામેલ થશે. અંબાણી પરિવારે અનંત – રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં આવનાર મહેમાન માટે જામનગર સ્થિત વનતારા કેમ્પ ખાસ વ્યવસ્થા કરી છે.

બેડમેન્ટિન પ્લેયર સાયના નહેવાલ પણ અનંત – રાધિકા પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં ભાગ લેવા જામનગર પહોંચ્યા છે. વનતારામાં ઉભી કરાયેલી ટેન્ટ સિટીમાં મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટેન્ટ સિટીમાં મહેમાનોને તમામ લક્ઝુરીયસ ફેસિલિટી આપવામાં આવી છે. સાયના નહેવાલે આ ટેન્ટ સિટીનો વીડિયો શેર કર્યો છે.

Anant Radhika Pre Wedding Theme
Anant-Radhika Pre Wedding Ceremony: અનંત રાધિકા પ્રી વેડિંગ થીમ શું છે તે નીતા અંબાણીએ જણાવ્યું (ફોટો – નીતા અંબાણી ઈન્સ્ટાગ્રામ)

વનતારામાં ટેન્ટ સિટીમાં રોકાશે મહેમાનો

સાયના નેહવાલે તેના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેઓ જામનગર સ્થિત વનતારામાં ઊભી કરાયેલી ટેન્ટ સિટી જોવા મળી છે. આ વીડિયોની શરૂઆતમાં સાયના નેહવાલ ટેન્ટ સિટીની બહાર ગરબા રમતા દેખાય છે. ત્યારબાદ સાયના ટેન્ટની અંદર જાય છે અને ટેન્ટની અંદરના સીન દેખાડે છે.

ટેન્ટમાં તમામ લક્ઝુરિયસ ફેસિલિટી

અનંત રાધિકા પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં મહેમાનો માટે લક્ઝુરિયસ ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી છે. એક ટેન્ટમાં ત્રણ અલગ-અલગ રૂમ છે. જેમાં સૌથી પહેલા ડ્રોઇંગ રૂમ છે. તેની અંદર બેડરૂમ અને તેની સામેની બાજુ ડ્રેસિંગ ટેબલ સાથે પર્સનલ વોશરૂમની ફેસિલિટી આપવામાં આપવી છે. બેડરૂમમાં આરામદાયક બેડ, મનોરંજન માટે ટીવી અને એસી સહિત તમામ લક્ઝુરિયસ ફેસિલિટી છે.

મહેમાનો માણશે 2500થી વધુ વાનગી

અનંત રાધિકાના પ્રી સેલિબ્રેશન માટે ભવ્ય તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મહેમાનોને 2500થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે. અહેવાલો અનુસાર, ભવ્ય કાર્યક્રમ માટે 21 શેફની ટીમ મોકલવામાં આવી રહી છે.

આ પણ વાંચો | અનંત રાધિકા પ્રી-વેડિંગ પૂરો કાર્યક્રમ : તમે જાણવા માંગતા હશો તે બધુ જ એક Click માં

આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન 2,500 થી વધુ વાનગીઓ તૈયાર કરવામાં આવશે, જેમાં થાઈ, જાપાનીઝ, મેક્સિકન અને પારસી ભોજનનો પણ સમાવેશ થશે. નાસ્તામાં 70 થી વધુ વસ્તુઓ, લંચ માટે 200 થી વધુ વાનગી અને રાત્રિભોજન માટે 275 થી વધુ વાનગીઓ ઉપલબ્ધ રહેશે. મધ્યરાત્રિ ભોજન 12am થી 4pm સુધી ઉપલબ્ધ રહેશે, જેમાં 85 થી વધુ વસ્તુઓ ઓફર કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ