/indian-express-gujarati/media/media_files/2026/01/21/anar-patel-2026-01-21-12-11-37.jpg)
ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ Photograph: (X @anarpatel)
Anar Patel appointed President of Khodaldham : રોજકોટથી આજે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેનના પુત્રી અનાર પટેલની ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજકોટના ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026માં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાત સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી ઉપસ્થિત રહેલા ખોડલધામના કન્વીનરોની હાજરીમાં કરવામાં આવી હતી.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આ જાહેરાત કરી છે. ખોડલધામના પ્રમુખ બનવાની સાથે જ અનાર પટેલના હાથમાં સંગઠનનું સમગ્ર કામકાજ આવી ગયું છે. ખોડલધામ સંગઠનનું સમગ્ર કામકાજ હવેથી અનાર પટેલ સંભાળશે.
ખોડલધામ સંગઠનની કામગીરી માટે મહત્વની ભૂમિકા
ઉલ્લેખનીય છે કે અનાર પટેલની આ નિમણૂકને ખોડલધામમાં નરેશ પટેલ પછીના સૌથી મહત્ત્વના અને મોટા હોદ્દા તરીકે જોવામાં આવે છે. તેમને સમગ્ર ખોડલધામ સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ભૂમિકામાં અનાર પટેલ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત અને વિશ્વભરમાં જ્યાં પણ ખોડલધામના નિર્માણ થયા છે, તેની સંગઠનાત્મક કામગીરીની જવાબદારી સંભાળશે.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું?
આ અવસરે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, "આજે ખોડલધામમાં દિવાળી જેવો માહોલ છે. મારે આજે પ્રોટોકોલ તોડીને એક અત્યંત મહત્વની જાહેરાત કરવી પડે તેમ છે, અને આ જાહેરાત બાદ જ બીજી જાહેરાત થઈ શકે તેમ છે.." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "હું જે નામ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું, તે નામ માત્ર પાટીદાર સમાજને જ નહીં પણ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવશે, તેમાં મને જરાય શંકા નથી."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us