Gujarat Rain : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરું! 24 કલાકમાં 37 તાલુકામાં વરસાદ, અમરેલીમાં સૌથી વધુ

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: આગામી દિવસોમાં ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરીથી વરસાદનો વ્યાપ અને માત્રા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: આગામી દિવસોમાં ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરીથી વરસાદનો વ્યાપ અને માત્રા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Today Gujarat heavy rain news in gujarati

ગુજરાતમાં છેલ્લા 24 કલાકનો વરસાદ- Express photo

Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું અંત તરફ આવીને ઊભું છે ત્યારે રાજ્યમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. આગામી દિવસોમાં ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરીથી વરસાદનો વ્યાપ અને માત્રા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અમરેલીમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 14 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 15 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 37 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીમાં 1.77 ઈંચ, જાફરાબાદમાં 1.57 ઈંચ વરસાદ નોંધયો હતો.

રાજ્યના 7 તાલુકીમાં 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ

SEOC દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યના 37 તાલુકામાં પડેલા વરસાદ પૈકી 7 તાલુકા એવા છે જ્યાં 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.

જિલ્લોતાલુકોવરસાદ (ઈંચમાં)
અમરેલીઅમરેલી1.77
અમરેલીજાફરાબાદ1.57
વલસાડકપરાડા1.34
ગીર સોમનાથઉના1.34
છોટા ઉદેપુરછોટા ઉદેપુર1.22
વલસાડઉમરગામ1.14
ડાંગઆહવા1.02

12 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાંથી 11 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. અહીં 1-2 એમએમ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ- અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત, વિરાટ નગર ઓવરબ્રિજ પાસે કારની ડેકીમાંથી બિલ્ડરની લાશ મળતા ચકચાર

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

ગુજરાતમાં ગાજવીજ સાથે અહીં પડશે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે 15 સપ્ટેમ્બર 2025, સોમવારના દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત