Arjun Modhwadia : કોંગ્રેસને વધુ એક ફટકો, દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું

Arjun Modhwadia : પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

Arjun Modhwadia : પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Arjun Modhwadia resigns, Arjun Modhwadia, Congress

કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

Arjun Modhwadia resigns : લોકસભા ચૂંટણી 22024ના માહોલ વચ્ચે ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાતમાં અર્જુન મોઢવાડિયાની કોંગ્રેસમાંથી વિદાયને પાર્ટી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

Advertisment

અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું

પાર્ટી છોડ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદ કહી ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે યુવાકાળથી કોંગ્રેસ સાથે જોડાયેલ હતો. કપરા સમયમાં જવાબદારી સંભાળી હતી. થોડા સમયથી ગૂંગળામણ અનુભવી રહ્યો હતો. છેલ્લા અનેક વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આર્થિક અને સામાજિક બદલાવ લાવી શક્યો નહી.

મોઢવાડિયાએ કહ્યું હતું કે જ્યારે કોઇ પાર્ટી જનતા સાથેનો નાતો ગુમાવી દે છે ત્યારે તે લાંબા સમય સુધી ટકી શકતી નથી. દેશની જનતા ઇચ્છતી હતી કે રામ મંદિર બને. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસે પણ નક્કી કર્યું હતું કે તે બંધારણીય નિર્ણયને સમર્થન આપશે. આ પછી પણ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ નકારી કાઢવામાં આવ્યું છે.

,

Advertisment

તેમણે કહ્યું કે મેં તે સમયે તેની સામે અવાજ ઉઠાવ્યો હતો કે તેનાથી લોકોની ભાવનાને ઠેસ પહોંચશે અને આપણે આવા રાજકીય નિર્ણયો ન લેવા જોઈએ. આ નિર્ણય બતાવે છે કે જનતા સાથેનું જોડાણ તૂટી ગયું છે. મેં બીજા ઘણા મુદ્દાઓ પર પણ સંદેશા આપવાનો પ્રયાસ કર્યો પરંતુ હું સફળ થયો નહીં. તેથી મેં આજે રાજીનામું આપવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો - નીતિન પટેલ નહીં લડે લોકસભા ચૂંટણી, મહેસાણા સીટ પરથી દાવેદારી પાછી ખેંચી

અર્જુન મોઢવાડિયાની રાજનીતિક સફર

અર્જુન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. અર્જૂન મોઢવાડિયા 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા હતા તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય બન્યા હતા. આ પછી માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા.

અર્જુન મોઢવાડિયા ઓબીસી સમુદાયના છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાંથી આવે છે. તેઓ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની કમાન પણ સંભાળી ચૂક્યા છે. એક સમયે અહેમદ પટેલ બાદ ગુજરાતમાં તેમની ગણના બીજા નંબર પર થતી હતી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે અર્જુન મોઢવાડિયા રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીનો ચહેરો હતા.

આ પહેલા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા અંબરીશ ડેરને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. અંબરીશ ડેર રામ મંદિર મુદ્દે કોંગ્રેસે જે સ્ટેન્ડ લીધું હતું તેનાથી નારાજ હોવાની વાત કરી હતી.

congress ગુજરાત ગુજરાતી ન્યૂઝ ભાજપ