ગુજરાતમાં કેજરીવાલે કહ્યું – હર્ષ સંઘવીને સુપર સીએમ અને ભૂપેન્દ્ર પટેલને ડમી CM બનાવી દીધા

Arvind Kejriwal : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે જનસભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે ગુજરાત મંત્રીમંડળ પર ટિપ્પણી કરતા કહ્યું કે ભાજપે હર્ષ સંઘવીને ઇનામ આપતા સુપર સીએમ અને ભૂપેન્દ્ર પટેલને ડમી સીએમ બનાવી દીધા છે અને પટેલ સમાજનું અપમાન કર્યું છે

Written by Ashish Goyal
Updated : October 31, 2025 19:13 IST
ગુજરાતમાં કેજરીવાલે કહ્યું – હર્ષ સંઘવીને સુપર સીએમ અને ભૂપેન્દ્ર પટેલને ડમી CM બનાવી દીધા
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં એક જનસભાને સંબોધિત કરી હતી (તસવીર - સોશિયલ મીડિયા)

Arvind Kejriwal gujarat visit : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશાળ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે જનસભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે ગુજરાત મંત્રીમંડળ પર ટિપ્પણી કરતા કહ્યું કે ભાજપે હર્ષ સંઘવીને ઇનામ આપતા સુપર સીએમ બનાવી દીધા છે અને પટેલ સમાજનું અપમાન કર્યું છે.

તેમણે ભૂપેન્દ્ર પટેલને ડમી સીએમ ગણાવ્યા અને કહ્યું કે જે વ્યક્તિએ ખેડુતો સામે કેસ દાખલ કરવાનો અને તેમને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, ભાજપે તેમને ઇનામ આપીને ડેપ્યુટી સીએમ બનાવી દીધા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા. મંત્રીમંડળ બદલાયું, તેમને મુખ્યમંત્રીમાંથી ડમી સીએમ બનાવી દેવાયા. હવે તેમનું ચાલતું નથી. હવે હર્ષ સંઘવી સુપર સીએમ છે. તેમણે પટેલ સમાજનું અપમાન કર્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ એકબીજા સાથે મળેલા છે. કોંગ્રેસનું ભાજપ સાથે ગઠબંધન છે. બંને સાથે મળીને બિઝનેસ કરે છે. કોંગ્રેસ ઇચ્છતી નથી કે ભાજપની સરકાર જાય. નહીં તો તેમના ધંધા કેવી રીતે ચાલશે. એવું કેમ થાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં મોકલવામાં આવે છે. કોંગ્રેસના કોઇ નેતા કેમ જતા નથી.

ખેડૂતોમાં ખૂબ ગુસ્સો છે – કેજરીવાલ

કેજરીવાલે કહ્યું કે 30 વર્ષથી ખેડૂતોએ ભાજપને મત આપ્યો છે, મોટી સંખ્યામાં વોટ આપ્યા છે. 30 વર્ષથી ખેડૂતોએ ભાજપને એટલા માટે વોટ આપ્યા જેથી તે આપણા બાળકોને જેલમાં મોકલશે. આજે તેમને અહંકાર આવી ગયો છે. આજે ખેડૂતોમાં ખૂબ ગુસ્સો છે. આ ભાજપવાળા એક નંબરના કાયર છે. તેઓ પોલીસને આગળ કરે છે. હું કહું છું એક દિવસ માટે પોલીસનો સહારો છોડી દો. આ ખેડૂતો ભાજપવાળાને તેમના ઘરમાંથી બહાર કાઢીને દોડાવી-દોડાવીને મારશે. એવા મારશે કે તેમને આશ્રય મળશે નહીં.

આ પણ વાંચો – પીએમ મોદીએ કેવડિયામાં 1,220 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

કેજરીવાલે કહ્યું – ટ્રમ્પ ભાજપવાળાને ધમકી આપે છે

કેજરીવાલે કહ્યું કે ટ્રમ્પ ભાજપવાળાને ધમકી આપે છે અને તેમની સામે તેમનું કાંઇ ચાલતું નથી. આપ પ્રમુખે કોઈનું નામ લીધા વિના કહ્યું કે ભાજપ વાળા એટલા કાયર છે, ટ્રમ્પ તેમને દરરોજ ધમકી આપે છે. ટ્રમ્પ ધમકાવે છે અને કહે છે કે અમેરિકાથી આવનાર કપાસ પરની ઇમ્પોર્ટ ડ્યુટી હટાવી દો, ભાજપાવાળા હટાવી દેશે. ટ્રમ્પ કહે છે કે રશિયા પાસેથી તેલ ન ખરીદો, ભાજપવાળા ખરીદી કરવાનું બંધ કરી દેશે. ટ્રમ્પ કહે છે કે મેં ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું, પરંતુ ભાજપવાળાની હિંમત નથી.

કેજરીવાલે કહ્યું કે ટ્રમ્પ કહે છે કે કાન પકડીને ઉભા થઇ જાવ, ટ્રમ્પ કહે છે કે નીસે બેસી જાવ, બેસી જાય છે. ટ્રમ્પ સામે તેમનું કશું ચાલતું નથી. ગરીબ ખેડૂતોને જેલમાં મોકલે છે. શરમ કરો, જો મર્દ છો તો ટ્રમ્પને ધમકી આપીને દેખાડો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ