ગુજરાતની ગાંધીનગર કોર્ટે આસારામ બાપુને શિષ્યા સાથે બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યા છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે 30 જાન્યુઆરી, 2023 મંગળવારના રોજ સજા સંભાળવવાનું નક્કી કર્યું છે. આ કેસમાં આસારામના પુત્ર નારાયણ સાંઈ, પત્ની લક્ષ્મી, પુત્રી ભારતી સહિત ચાર મહિલા શિષ્યાઓને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. પરંતુ ટ્રાયલ દરમિયાન રજૂ કરાયેલા પુરાવાને ધ્યાનમાં લેતા અદાલતે આસારામ સિવાય તમામને નિર્દોષ જાહેર કર્યા હતા.
અત્રે નોંધનિય છે કે, આસારામની 31 ઓગસ્ટ 2013ના રોજ જોધપુર પોલીસે બળાત્કારના અન્ય એક કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે.
ફરિયાદના 10 વર્ષ બાદ મળશે ન્યાય
સમગ્ર ઘટનાક્રમ પર એક નજર કરીયે તો સુરતની એક યુવતીએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે લગભગ 10 વર્ષ પહેલા આસારામના આશ્રમમાં ગઈ હતી. તે દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી. મહિલાનો આરોપ છે કે આસારામે તેની સાથે ઘણી વખત દુષ્કર્મ કર્યુ હતુ.
આસારામની 31 ઓગસ્ટ 2013ના રોજ જોધપુર પોલીસે દુષ્કર્મના એક અન્ય કેસમાં ધરપકડ કરી હતી, ત્યારે તે જેલમાં બંધ છે. આસારામને એક અન્ય કેસમાં આજીવન જેલની સજા સંભળાવવામાં આવી હતી. વર્ષ 2013માં એક શિષ્યા સાથે દુષ્કર્મના આરોપમાં જોધપુરની અદાલતે વર્ષ 2018માં આજીવન જેલની સજા સંભળાવી હતી.
આસારામનું 10 હજાર કરોડનું ‘સામ્રાજ્ય’
આસારામે લગભગ 10 હજાર કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. વર્ષ 1970ના દાયકામાં તેણે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે એક નાની ઝૂંપડી બનાવી હતી. ત્યારબાદ ઝુંપડીમાંથી વિશાળ આશ્રમ બનાવવાની સાથે સાથે દેશભરમાં પોતાના આસારામ સ્થાપિત કર્યા હતા. હાલમાં તેના 400 થી વધુ આશ્રમો છે. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ તેમનું સામ્રાજ્ય ફેલાયેલું છે.