Gujarat Asna Cyclone: ગુજરાત પરથી ખતરો ટળ્યો, ભારે તબાહીથી બચ્યું, અસના ચક્રવાત ફંટાઈને પાકિસ્તાન તરફ આગળ વધ્યું

Gujarat Asna Cyclone: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે બપોરે 12 વાગ્યાથી ભારે વરસાદ પડ્યો હતો અને પવન પણ જોરદાર ફૂંકાયો હતો.

Written by Ankit Patel
August 31, 2024 07:16 IST
Gujarat Asna Cyclone: ગુજરાત પરથી ખતરો ટળ્યો, ભારે તબાહીથી બચ્યું, અસના ચક્રવાત ફંટાઈને પાકિસ્તાન તરફ આગળ વધ્યું
Gujarat Asna Cyclone: ગુજરાત પરથી ખતરો ટળ્યો - photo - Jansatta

Gujarat Asna Cyclone: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ પૂરગ્રસ્ત વિસ્તારમાં હજી પણ મુશ્કેલીઓ યથાવત છે. અસના ચક્રવાતની દિશા પાકિસ્તાન તરફ આગળ વધતાં કચ્છ પરના અસના ચક્રવાતના વાદળો હટી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે બપોરે 12 વાગ્યાથી ભારે વરસાદ પડ્યો હતો અને પવન પણ જોરદાર ફૂંકાયો હતો. ચક્રવાતનો ખતરો ભલે ટળી ગયો હોય, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાવાનું ચાલું રહશે.

આ ચક્રવાત ગુજરાતમાં આવવાની અથવા તબાહી સર્જવાની સંભાવના વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​જણાવ્યું હતું કે ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. IMD અનુસાર 1976 પછી ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં આ પહેલું ચક્રવાતી તોફાન છે. સના નામ પાકિસ્તાને આપ્યું છે.

‘અસના’ પાકિસ્તાન તરફ આગળ વધી

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર શુક્રવાર બપોરથી કચ્છના દરિયાકાંઠાથી પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્રની આસપાસના વિસ્તારોમાં ઊંડું દબાણ સર્જાયું હતું, જેના કારણે તેજ ગતિના વાવાઝોડાનો સમયગાળો જોવા મળ્યો હતો. આટલું જ નહીં ચક્રવાતી તોફાન અસના એ જ વિસ્તારમાં કેન્દ્રીત રહ્યું, જે ભુજથી 190 કિમી પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં છે અને પાકિસ્તાન તરફ આગળ વધવાનું શરૂ કર્યું.

આગામી બે દિવસ શું રહેશે સ્થિતિ?

આસન ચક્રવાત અંગે પ્રાપ્ત માહિતી અનુસાર તે આગામી બે દિવસ સુધી ભારતીય તટથી દૂર ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પર લગભગ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ડીપ પ્રેશર એ નીચા દબાણની સ્થિતિ છે, જેમાં પવનની ઝડપ 52 કિલોમીટર પ્રતિ કલાકથી 61 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે, જ્યારે ચક્રવાતમાં, પવનની ગતિ 63 કિલોમીટર પ્રતિ કલાકથી 87 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે હોય છે. એટલે કે તીવ્ર દબાણની સ્થિતિ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ અને તેને લગતી ઘટનાઓને કારણે 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 18,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે અને લગભગ 1,200 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ- જાતે બનાવી બોટ, લોકોના પણ બચાવ્યા જીવ… પૂર વચ્ચે ગુજરાતમાં જોવા મળી રસપ્રદ સંઘર્ષની કહાની

ગૃહમંત્રી અમિત શાહે બેઠક યોજી હતી

ગુજરાતમાં ચાલી રહેલી કુદરતી આપત્તિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની સ્થિતિની સમીક્ષા કરી હતી અને વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. આ અઠવાડિયાના વરસાદ બાદ અમદાવાદના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે NDRF અને SDRFની ટીમો માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહી છે.

મળતી માહિતી મુજબ, ગૃહમંત્રી અમિત શાહે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી અને નાગરિકોને સમસ્યાઓથી રાહત આપવા, બીમારીઓથી બચાવવા અને જનજીવનને ફરીથી સામાન્ય બનાવવાના નિર્દેશ આપ્યા. તેમણે અમદાવાદ અને ગાંધીનગરના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરો સાથે ફોન પર ચર્ચા કરી હતી અને સમગ્ર પરિસ્થિતિની માહિતી લીધી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ